Home /News /sport /PAKvsBAN: શાહિન આફ્રિદીની શરમજનક હરકતનો Video, સિક્સ મારનાર બેટ્સમેન પર છુટ્ટો બોલ માર્યો

PAKvsBAN: શાહિન આફ્રિદીની શરમજનક હરકતનો Video, સિક્સ મારનાર બેટ્સમેન પર છુટ્ટો બોલ માર્યો

શાહિન શાહ આફ્રિદીએ શરમજનક હરકત કરી

પાકિસ્તાનના બોલર શાહિન આફ્રિદી (Shaheen Afridi)એ બાંગ્લાદેશ સામેની મેચમાં એવી હરકત કરી કે તેના પર બેનની માંગ ઉઠી રહી છે.

    T20 Worldcupમાં જોરદાર બોલિંગ કરનાર ખેલાડી શાહિન આફ્રિદી (Shaheen Afridi) ફરી એકવાર વિવાદોમાં આવ્યો છે. અગાઉ રોહિત શર્મા, કે.એલ. રાહુલ અને સુર્યા કુમાર યાદવને આઉટ કરવાની એક્શનની ચાડી પાડવાના કારણે ચર્ચામાં આવેલા પાકિસ્તાનના (PAKvsBAN) આ બોલરે બાંગ્લાદેશ સામેની મેચમાં શરમજનક હરકત કરી છે. શાહિન શાહ આફ્રિદીની આ હરકતનો વીડિયો સામે પણ આવ્યો છે. હકિકતમાં શાહિન શાહ આફ્રિદીની ઓવરમાં સિક્સ લાગી તો તેણે બેટ્સમેન સામે છુટ્ટો દડો મારી અને તેને ઈજા પહોંચડાવાનો પ્રયાસ કર્યો હતો (Shaheen Afridi Hits Ball to Afif hossain ) આ ઘટના બાદ તેના પર બેન લગાવવાની માંગ ઉઠી છે.

    આજે બાંગ્લાદેશ સામેની બીજી ટી20 મેચમાં બાંગ્લાદેશના ખેલાડી સામે છગ્ગો ખાનારા શાહિન આફ્રિદીનું મગજ બેકાબૂ થઈ ગયું હતું તેમે ક્રીઝની અંદર ઉભેલા ખેલાડી પર છુટ્ટો દડો માર્યો હતો.

    બોલ લાગતા અફીફ હુસ્સેન નીચ પટકાયો

    શાહિન શાહ આફ્રિદી ત્રીજી ઓવર ફેંકી રહ્યો હતો. ત્યારે તેના બીજા બોલ પર અફીફ હોસેને સિક્સર મારી હતી. ત્યારબાદ શાહિન આફ્રિદી બેકાબૂ બની ગયો હતો. એના પછીના બોલ પર અફિફે શાંતીથી શોટ રમ્યો જેમાં બોલ સીધો શાહિન આફ્રિદીના હાથમાં ગયો હતો. આ ઘટના બાદ શાહિને દડો છુટ્ટો મારતા ક્રીઝની અંદર ઉભેલા અફીફના પગમાં વાગ્યો હતો અને તે જમીન પર પટકાયો હતો



    અફીફ લંગડાયો પણ ઈજા ન થઈ

    જોકે, દડો અફીફને વાગતા તે પટકાયો હતો અને ઉભા થતા લંગડાયો હતો. જોકે, સદનસીબે તેને જાજી ઇજા નહોતી પહોંચી. આમ તેને રમવામાં વાંધો આવ્યો નહોતો. પરંતુ શાહિન આફ્રિદી પર બેન મૂકવાનો માંગ ઉઠી રહી છે. ક્રિકેટમાં સ્પોર્ટ્સમેનશીપનો અભાવ જોવા મળતો હોય છે તેનું આ તાદ્શ ઉદાહરણ છે. શાહિન આફ્રિદીએ અગાઉ પણ સ્ટેડિયમમાં ચાળા પાડ્યા હતા અને તેના કારણે તેની ખૂબ ટીકા થઈ હતી.

    આઈસીસી કાર્યવાહી કરી શકે છે

    આ પ્રકારના કિસ્સામાં આઈસીસી પાસે કાર્યવાહી કરવાની સત્તા હોય છે. અગાાઉ શેફીલ્ડ શીલ્ડ મુકાબલમાં જેમ્સ પેટિન્સને પર આવી હરકત કરવા બદલ તેની મેચ ફી કાપી લેવામાં આવી હતી અને તેના પર એક મેચનો બેન લાગ્યો હતો.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cricket News in Gujarati, Pak vs Ban, Shaheen Afridi

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन