Home /News /sport /બોલિવૂડના 'બાદશાહ'એ આવી રીતે આપી IPLના 'બાહુબલી'ને શુભેચ્છા

બોલિવૂડના 'બાદશાહ'એ આવી રીતે આપી IPLના 'બાહુબલી'ને શુભેચ્છા

બોલિવૂડના 'બાદશાહ'એ આવી રીતે આપી IPLના 'બાહુબલી'ને શુભેચ્છા

આઇપીએલની 17મી મેચમાં આંદ્રે રસેલે ધમાકેદાર બેટિંગ કરી કેકેઆરને જીત અપાવી હતી

ન્યૂઝ18 ગુજરાતી: આઇપીએલની 17મી મેચમાં આંદ્રે રસેલે ધમાકેદાર બેટિંગ કરી કેકેઆરને જીત અપાવી હતી. તેણે 13 બોલમાં 48 રનની યાદગાર પારી રમી હતી. તેની આ પારીને લીધે જ કેકેઆરએ આરસીબી સામે 206 રનનો લક્ષ્ય હાંસલ કર્યો હતો. કેકેઆરનો માલિક અને બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન ભલે સ્ટેડિયમમાં હાજર નહોતો, પરંતુ તેણે ટ્વિટ કરીને રસેલની આ પારીના વખાણ કર્યા છે. તેણે રસેલની ખાસ તસવીર શેર કરી છે. જેમાં તે બોલિવૂડ ફિલ્મ બાહુબલીના હીરો જોવો દેખાય છે અને સાથે જ ટીમને જીતની શુભેચ્છા પાઠવી હતી.

શાહરૂખ ખાને રસેલને મસલમેન બતાવ્યો અને કહ્યું કે જે લોકો ક્રિકેટ જાણે છે તે લોકો રસેલને નહીં જાણતા. તે હોય ત્યારે કંઇપણ થઇ શકે છે. બાહુબલી ફિલ્મના ઓફિસિયલ ટ્વિટર હેન્ડલે આ તસવીર શેર કરી કેકેઆરને જીતની શુભેચ્છા પાઠવી.

 આ પણ વાંચો: KKR સામે મળેલી હાર બાદ કોહલી બન્યો IPLનો સૌથી નિષ્ફળ ખેલાડી!

 આઇપીએલ 2019માં કોલકાતા નાઇટરાઇડર્સના આંદ્રે રસેલે તોફાની પારી રમીને રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 5 વિકેટથી હરાવી હતી. આ સિઝનમાં બેંગલોરની સતત પાંચમી હાર છે. રસેલે માત્ર 13 બોલમાં 7 સિક્સ અને એક ફોરની મદદથી અણનમ 48 રનની પારી રમી હતી. કોલકાતાની આ સિઝનમાં આ ચોથી જીત છે.
First published:

Tags: Andre russell, Shah Rukh Khan