Video: જાપાનની ઓસાકા જીતી US Open , સેરેના વિલિયમ્સે અમ્પાયરને કહ્યો ચોર!

News18 Gujarati
Updated: September 9, 2018, 9:33 AM IST
Video: જાપાનની ઓસાકા જીતી US Open , સેરેના વિલિયમ્સે અમ્પાયરને કહ્યો ચોર!
પોતાના કેરિયરમાં પહેલીવાર યુએસ ઓપન 2018ના ફાઇનલમાં પહોંચનારી જાપાનની નાઓમી ઓસાકાએ ઇતિહાસ રચી દીધો છે.

ઓસાકાએ ફાઇનલમાં અમેરિકાની જ દિગ્ગજ ખેલાડી સેરેના વિલિયમ્સને સીધા સેટોમાં 6-2, 6-4થી હરાવીને પોતાની કેરિયરનું પહેલુ ગ્રાન્ડ સ્લેમ જીત્યું છે

  • Share this:
પોતાના કેરિયરમાં પહેલીવાર યુએસ ઓપન 2018ના ફાઇનલમાં પહોંચનારી જાપાનની નાઓમી ઓસાકાએ ઇતિહાસ રચી દીધો છે. ઓસાકાએ ફાઇનલમાં અમેરિકાની જ દિગ્ગજ ખેલાડી સેરેના વિલિયમ્સને સીધા સેટોમાં 6-2, 6-4થી હરાવીને પોતાની કેરિયરનું પહેલુ ગ્રાન્ડ સ્લેમ જીત્યું છે. નાઓમી ઓસાકાની ઐતિહાસિક જીતની સાથે આ મેચ સેરેના વિલિયમ્સના કેરિયરની સૌથી ખરાબ મેચ પણ ગણાવવામાં આવશે. આ મેચ દરમિયાન સેરેના અને અમ્પાયર કાર્લોસ રામોસ વચ્ચે ભારે વિવાદ થયો હતો.

શેનો વિવાદ થયો?

ચેર એમ્પાયર કાર્લોસ રામોસે મેચ દરમિયાન સેરેના વિલિયમ્સને ચેતવી હતી કે તે મેચ દરમિયાન કોચિંગ ન લઇ શકે. સેરેનાએ અમ્પાયરને કહ્યું કે તે ચિટીંગ ન કરી શકે, પોતાના કેરિયરમાં મેં આવું કંઇ ન હતું કર્યું. થોડી ગેમ્સ પછી સેરેના વિલિયમ્સે પોઇન્ટ ગૂમાવ્યા પછી પોતાનું રેકેટ જમીન પર પછાડ્યું હતું. જે પછી ફરીથી અમ્પાયરે વિલિયમ્સને ચેતવણી આપી હતી અને વિલયમ્સને એક વધુ અંક ગુમાવવો પડ્યો હતો. જે પછી સેરેનાનો અમ્પાયર સાથે ઝગડો થયો અને અમ્પાયરને તેને ચોર કહી દીધો. જેનો ફાયગો જાપાનની ઓસાકાને મળ્યો અને તેણે પોતાના કેરિયરની સૌથી મોટી જીત મેળવી લીધી.



સેરેના વિલિયમ્સ જ્યારથી માતા બનીને પાછી ફરી છે ત્યારથી તે સમાચારોમાં કોઇને કોઇ રીતે આવતી રહે છે. થોડા દિવસ પહેલા તે પોતાના બ્લેક કેટસૂટના કારણે ચર્ચામાં હતી. પછી તેમના એ ડ્રેસ પર ફ્રેન્ચ ઓપનના આયોજકોએ બેન લગાવી દીધો હતો.
First published: September 9, 2018, 9:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading