Home /News /sport /

ટીમ ઈન્ડિયામાં બળવો, આ સીનિયર ખેલાડીએ BCCIને કરી હતી વિરાટ કોહલીની ફરિયાદ

ટીમ ઈન્ડિયામાં બળવો, આ સીનિયર ખેલાડીએ BCCIને કરી હતી વિરાટ કોહલીની ફરિયાદ

વિરાટ કોહલી વિરુ્દ્ધ સીનિયર ખેલાડીએ કરી હતી બીસીસીઆઈમાં ફરિયાદ (AP)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન કેપ્ટન કોહલી (Virat Kohli)ના ખરાબ વર્તનને લઈને સીનિયર ખેલાડીએ બીસીસીઆઈ સચિવને તેની ફરિયાદ કરી છે.

  નવી દિલ્હી: ગત દિવસોમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ જાહેરાત કરી છે કે, તે ટી-20 વર્લ્ડ કપ (t20 world cup) બાદ ટી-20 ઈન્ટરનેશનલમાંથી કેપ્ટનશીપ છોડી દેશે. ઈંગ્લેન્ડ પ્રવાસ પરથી પરત ફર્યા બાદ કોહલીએ કરેલા નિર્ણયથી તમામ લોકો આશ્ચર્યમાં આઆવી ગયા હતા. ઈંગ્લેન્ડ પ્રવાસ પરથી પરત આવ્યા બાદ કોહલીના વ્યવહાર અંગે ભારતીય ટીમના સીનિયર ખેલાડીએ બીસીસીઆઈ (BCCI)માં તેની ફરિયાદ કરી હતી. ક્રિકેટ નેક્સ્ટ અનુસાર સીનિયર ભારતીય ખેલાડીએ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલીના વર્તનને લઈને બીસીસીઆઈ સમક્ષ રજુઆત કરી હતી અને કોહલીની કેપ્ટનશીપ પર સવાલો ઉભા કર્યા હતા.

  કોહલીએ ટી 20 ટીમના કેપ્ટન પદ છોડવાનું નક્કી કર્યું. તેની પાછળનું કારણ તેણે કહ્યું કામનું ભારણ ગણાવ્યું હતું. જ્યારે, સૂત્રના જણાવ્યા અનુસાર, બીસીસીઆઈ કોહલીને કેપ્ટનશીપમાંથી હટાવવાની યોજના બનાવી રહ્યું હતું કારણ કે, તે તેના કાર્યકાળ દરમિયાન ભારત એક પણ આઈસીસી ટ્રોફી જીતી શક્યું ન હોવાથી નારાજ હતું. જો સૂત્રો પર વિશ્વાસ કરવામાં આવે તો, થોડા મહિના પહેલા, ટીમની અંદર કોહલી સામે બળવો પણ શરૂ થયો હતો. એવા સમાચાર પણ છે કે, ડ્રેસિંગ રૂમમાં ઘણા વરિષ્ઠ ખેલાડીઓ તેના વલણથી નારાજ હતા. અહેવાલો અનુસાર, આર અશ્વિનનું નામ તે વરિષ્ઠ ખેલાડી તરીકે બહાર આવી રહ્યું છે. જોકે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.

  એક વરિષ્ઠ ખેલાડીએ બીસીસીઆઈના સચિવને કોહલી સામે અસલામતીની લાગણી કરવા બદલ ફરિયાદ કરી હતી. ઇંગ્લેન્ડ શ્રેણીની વાત કરીએ તો અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી નથી. ચોથી ટેસ્ટ મેચ પહેલા પણ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ અશ્વિનની રમત વિશે કહ્યું હતું. કોહલીએ પણ આ સલાહની અવગણના કરી.

  આ પણ વાંચો:RCB vs MI : RCBની આક્રમક બોલિંગ, હર્ષલ પટેલની હેટ્રિકે મેચ પલટી નાખી, મુંબઈની 54 રને હાર

  વિરાટ કોહલીએ 16 સપ્ટેમ્બરે ભારતીય ટી 20 ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. આ સાથે, તે તમામ અટકળો સાચી સાબિત થઈ, જેને ભારતીય ક્રિકેટ બોર્ડ સતત નકારતી આ અટકળોને સૌથી વધુ તાકાત તે દિવસે મળી જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીને ટીમના માર્ગદર્શક બનાવવામાં આવ્યા. પછી તે સ્પષ્ટ હતું કે, ધોનીને લાવવામાં આવ્યો છે જેથી તે ટીમની કેપ્ટનશીપનું ટ્રાન્સફર સરળ બનાવી શકે. સ્વાભાવિક છે કે, વિરાટે ભલે કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હોય, પરંતુ આ નિર્ણય વાસ્તવમાં BCCIનો છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Captain virat kohli, R ashwin, બીસીસીઆઇ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन