આજે નક્કી થશે સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયાની કોની સામે થશે ટક્કર

ટીમ ઈન્ડિયાને ટોપ પર પહોંચવાની તક (Photo-AP)

સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયા સામે ઈંગ્લેન્ડ કે ન્યૂઝીલેન્ડ, કોણ વધુ જોખમી?

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : વર્લ્ડ કપની આજે છેલ્લી બે લીગ મેચ રમાશે. સૌથી પહેલા લીડ્સમાં ભારત અને શ્રીલંકાની વચ્ચે મુકાબલો થશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યાથી મેનચેસ્ટરના મેદાન પર ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ટક્કર થશે. આ બંને મેચો બાદ એ નક્કી થઈ જશે કે સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો ઈંગ્લેન્ડ સાથે થશે કે પછી ન્યૂઝીલેન્ડ સાથે.

  ટોપ પર પહોંચવાની જંગ

  ટીમ ઈન્ડિયા શ્રીલંકાની વિરુદ્ધ છેલ્લી મેચ જીતીને ટોપ પર પહોંચી શકે છે. હાલ ટીમ ઈન્ડિયા 13 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાની પાસે પણ ટોપ પર કાયમ રહેવા માટે તક રહેશે. જો ઓસ્ટ્રેલિયાની ટીમ આજે સાઉથ આફ્રિકાને હરાવી દે છે તો પછી તે ટોપ પર જ રહેશે. પરંતુ હારતાં સમીકરણો બદલાઈ શકે છે. જો ટીમ ઈન્ડિયા શ્રીલંકાની વિરુદ્ધ હારી જાય અને ઓસ્ટ્રેલિયા પણ પોતાની છેલ્લી લીગ મેચ જીતી જાય તો પછી પોઇન્ટ ટેબલમાં કોઈ ફેરફાર નહીં થાય. એવામાં ટીમ ઈન્ડિયા નંબર બે અને ઓસ્ટ્રેલિયા પહેલા નંબર પર જ રહેશે.

  ટીમ ઈન્ડિયા (Photo-AP)


  આ પણ વાંચો, CWC19: આજે રોહિત શર્મા તોડી શકે છે સૌથી મોટો રેકોર્ડ

  ન્યૂઝીલેન્ડ સામે થશે ટીમ ઈન્ડિયાની ટક્કર!


  જો ટીમ ઈન્ડિયા ટોપ પર પહોંચે છે તો પછી સેમીફાઇનલમાં તેનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સાથે થશે. આ સેમીફાઇનલ 9 જુલાઈ એટલે કે મંગળવારે માનચેસ્ટરમાં રમાશે. વર્લ્ડ કપની સેમીફાઇનલમાં અત્યાર સુધી ટીમ ઈન્ડિયા એક પણ વાર ન્યૂઝીલેન્ડ સામે રમી નથી.

  ઈંગ્લેન્ડ સાથે ટકરાઈ શકે છે!

  જો ટીમ ઈન્ડિયા પોઇન્ટ ટેબલમાં બીજા નંબરે રહે છે તો પછી તેનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે. આ મેચ 11 જુલાઈ એટલે કે ગુરુવારે બર્મિઘમમાં રમાશે. 1983ના વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડને જ હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. અને પછી ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી.

  આ પણ વાંચો, શોએબ મલિકે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટથી સંન્યાસ લીધો
  Published by:Mrunal Bhojak
  First published: