ભારતના પૂર્વ વિકેટકીપરે કહ્યું - વર્લ્ડ કપમાં પસંદગીકારો અનુષ્કા શર્માની સેવામાં લાગ્યા હતા

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

ફારુખ એન્જીનિયરે એમએસકે પ્રસાદની આગેવાનવાળી પસંદગી સમિતિની વિશ્વસનિયતા ઉપર પણ સવાલ ઉઠાવ્યા

 • Share this:
  નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા (Team India)ના પૂર્વ વિકેટકીપર બૅટ્સમેન ફારુખ એન્જીનિયરે (Farokh Engineer)ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની પત્ની અને ટીમના પસંદગીકારો પર મોટો પ્રહાર કર્યો છે. 81 વર્ષીય પૂર્વ બૅટ્સમેને પસંદગી સમિતિ (Selection Committee)ની ટિકા કરી હતી. તેમણે મિકી માઉસ પસંદગી સમિતિ ગણાવતા કહ્યું હતું કે આ લોકો વર્લ્ડ કપ દરમિયાન વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા માટે ચા ના કપ ઉઠાવવાનું કામ કરી રહ્યા હતા. તેમણે એમએસકે પ્રસાદ (MSK Prasad)ની આગેવાનવાળી પસંદગી સમિતિની વિશ્વસનિયતા ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા. સાથે કહ્યું હતું કે દિલીપ વેંગસરકર જેવા પૂર્વ ખેલાડીઓ પસંદગી સમિતિનો ભાગ હોવો જોઈએ.

  ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ફારુખ એન્જીનિયરે કહ્યું હતું કે વર્તમાન પસંદગી સમિતિ પાસે જરુરી અનુભવ જ નથી. આપણી પાસે મિકી માઉસ પસંદગી સમિતિ છે. વિરાટ કોહલીનો ઘણો પ્રભાવ છે, જે સારી વાત છે પણ પસંદગીકારો કેવી રીતે ક્વોલિફાય થયા? તે 10-12 ટેસ્ટ જ રમ્યા છે. વર્લ્ડ કપ દરમિયાન હું એક પસંદગીકારને મળ્યો હતો, જેને હું જાણતો પણ ન હતો. તેણે ભારતીય ટીમનું બ્લેઝર પહેર્યું હતું. આથી મેં પુછ્યું કે તમે કોણ છો? તેણે કહ્યું કે હું ટીમ ઇન્ડિયાનો પસંદગીકાર છું. આ બધા વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા(Anushka Sharma)ના ચા ના કપ ઉઠાવવાના કામ કરી રહ્યા છે.

  ફારુખ એન્જીનિયર


  આ પણ વાંચો - માનસિક રુપથી બીમાર થયેલા ઓસ્ટ્રેલિયાના મેક્સવેલે ક્રિકેટ છોડ્યું

  સૌરવ ગાંગુલી (Sourav Ganguly)બીસીસીઆઈના નવા અધ્યક્ષ બનતા ફારુખ એન્જીનિયરે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તે એક શાનદાર ખેલાડી હતો. એક એવો કેપ્ટન જે સાહસી નિર્ણય કરતો હતો. મને આશા છે કે અધ્યક્ષ તરીકે પણ ગાંગુલી આના જ સાહસી નિર્ણય કરશે.
  Published by:Ashish Goyal
  First published: