ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતીય ખેલાડીઓનો દબદબો ચાલુ જ છે. ભારતની મહિલા વેટલિફ્ટર પૂનમ યાદવે કોમનવેલ્થ ગેમ્સમાં રવિવારે ચોથા દિવસે ભારતને સ્વર્ણિમ શરૂઆત આપી છે. ત્યાર બાદ 10 મીટર એર પિસ્ટલમાં પણ એક ગોલ્ડ અને રજત ભારતના નામે થયા છે.
પૂનમ યાદવે વેટલિફ્ટિંગમાં મહિલાઓની 69 કિલોવર્ગ શ્રેણીમાં ભારતને પાંચમો સ્વર્ણ પદક આપ્યો હતો. જ્યારે મનૂ ભાકર એર પિસ્ટલમાં ભારતને છઠ્ઠો ગોલ્ડ અપાવ્યો છે. આ ઉપરાંત 10 મીટર એર પિસ્ટલમાં ભારતને રજત પદક પણ મળ્યો છે. હિના સિદ્ધુએ રજત મેડલ પોતાને નામ કર્યું છે. વેટલિફ્ટિંગ સિવાયની રમતમાં આ પહેલો ગોલ્ડ મેડલ છે. અત્યાર સુધી ભારતને 6 ગોલ્ડ મેડલ મળ્યાં છે.
પૂનમે કુલ 222 કિલોનો ભાર ઉંચક્યો હતો. તેમણે સ્નેચમાં 100 કિલોનો ભાર ઉઠાવીને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જ્યાં ક્લીન એન્ડ જર્કમાં તેમણે 122 કિલોગ્રામનો ભાર ઉઠાવીને બહેતરીન પ્રદર્શન કર્યું.
પૂનમ પહેલા મીરાબાઇ ચાનૂ, સંજીતા ચાનૂ, સતીશ કુમાર શિવમંગલમ અને વેંકટ રાહુલ પણ વેટલિફ્ટીંગમાં ગોલ્ડ મેડલ પોતાને નામે કરી ચુક્યાં છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર