Home /News /sport /5 ઇનિંગ્સમાં 2 સદી અને 2 અર્ધશતક ફટકારી, હજુ પણ ટીમ ઇન્ડિયાથી બહાર, પૃથ્વી શોનું દુઃખ છલકાયું

5 ઇનિંગ્સમાં 2 સદી અને 2 અર્ધશતક ફટકારી, હજુ પણ ટીમ ઇન્ડિયાથી બહાર, પૃથ્વી શોનું દુઃખ છલકાયું

પૃથ્વી શોએ પોતાનું વજન પણ ઉતાર્યું છે

T20 World Cup:  પાંચ ટેસ્ટ, છ વનડે અને એક T20 ઈન્ટરનેશનલમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર પૃથ્વી શો 11 ઓક્ટોબરથી રાજકોટમાં યોજાનારી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમશે. ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉએ ગયા મહિને દુલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોન માટે બે સદી અને અડધી સદી ફટકારી હતી.

વધુ જુઓ ...
T20 World Cup:  પાંચ ટેસ્ટ, છ વનડે અને એક T20 ઈન્ટરનેશનલમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર પૃથ્વી શો 11 ઓક્ટોબરથી રાજકોટમાં યોજાનારી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમશે.

ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉએ ગયા મહિને દુલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોન માટે બે સદી અને અડધી સદી ફટકારી હતી. આ પછી તેણે ભારતના પ્રવાસ પર ન્યુઝીલેન્ડની 'A' ટીમ સામે 48 બોલમાં 77 રન બનાવ્યા હતા. આ પછી પણ શિખર ધવનની આગેવાની હેઠળની ટીમ સાઉથ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં પસંદ કરવામાં આવી ન હતી. આનાથી તે નિરાશ છે.

આ પણ વાંચો : VIDEO: ન્યૂઝીલેન્ડના વિકેટકિપરની કાબિલે તારીફ ફિલ્ડીંગ, દુનિયા કરી રહી છે વખાણ

જોકે, 22 વર્ષીય શૉ રાષ્ટ્રીય ટીમમાં જોરદાર વાપસી કરવા માટે મક્કમ છે. શૉએ ગુરુવારે મિડ-ડેને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેણે છેલ્લા પાંચ-છ મહિનામાં સાતથી આઠ કિલો વજન ઘટાડ્યું છે અને તેણે તેના મનપસંદ ચાઈનીઝ ફૂડ, મીઠાઈઓ અને કોલ્ડ ડ્રિંક્સથી સંપૂર્ણપણે દૂર રહ્યા છે. પાંચ ટેસ્ટ, છ વનડે અને એક T20 ઈન્ટરનેશનલમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર શૉ 11 ઓક્ટોબરથી રાજકોટમાં યોજાનારી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની મુંબઈની ટીમમાં વાઇસ-કેપ્ટન છે. હાલમાં તે અમદાવાદમાં પ્રેક્ટિસ મેચ રમી રહ્યો છે.

સાઉથ આફ્રિકા સામે પસંદ ન થવાથી નિરાશ

સાઉથ આફ્રિકા સામે પસંદ ન થવા પર શૉએ કહ્યું, “હું નિરાશ હતો. હું રન બનાવી રહ્યો છું, ખૂબ પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ મને તક નથી મળી રહી. ઠીક છે, જ્યારે તેઓ (રાષ્ટ્રીય પસંદગીકારો)ને લાગશે કે હું તૈયાર છું તો તેઓ મને તક આપશે. ભારત A અથવા અન્ય ટીમો માટે મને ગમે તેટલી તક મળશે, હું ખાતરી કરીશ કે હું મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશ અને મારું ફિટનેસ સ્તર જાળવી રાખીશ.”
લાંબી ડોમેસ્ટિક સીઝન માટે પ્લાન

ઘરેલું સીઝન અંગે પૃથ્વી શૉએ કહ્યું, “હું મારી રમત, ફિટનેસ અને સતત સારું પ્રદર્શન કરવા પર સખત મહેનત કરી રહ્યો છું. બધું ટ્રેક પર છે, પરંતુ ચાલો જોઈએ શું થાય છે. હું ભવિષ્ય વિશે વધુ વિચારતો નથી. મને જે પણ તકો મળી રહી છે તેમાં હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યો છું.”


સાતથી આઠ કિલો વજન ઘટાડ્યો

ફિટનેસ અંગે પૃથ્વી શૉએ કહ્યું, “મેં મારી બેટિંગમાં અલગ-અલગ બાબતો પર કામ કર્યું નથી, પરંતુ ફિટનેસમાં ઘણું કામ કર્યું છે. મેં છેલ્લી IPL પછી વજન ઘટાડવા પર કામ કર્યું અને 7-8 કિલોગ્રામ વજન ઘટાડ્યું. મેં જીમમાં ઘણો સમય વિતાવ્યો, ઘણો દોડ્યો. મીઠાઈઓ ખાવાનું અને ઠંડા પીણા પીવાનું બંધ કર્યું. ચાઈનીઝ ફૂડ હવે મારા મેનુમાંથી બહાર છે."
First published:

Tags: Prithvi Shaw, Sports news, T20 World Cup 2022, ક્રિકેટ