Home /News /sport /દક્ષિણ આફ્રિકા ટી-20 લીગનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે રમાશે આ ટૂર્નામેન્ટ

દક્ષિણ આફ્રિકા ટી-20 લીગનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે રમાશે આ ટૂર્નામેન્ટ

દક્ષિણ આફ્રિકા ટી-20 લીગનો કાર્યક્રમ જાહેર

SA20 League: દક્ષિણ આફ્રિકામાં મીની આઇપીએલની તૈયારી પુરી થઇ ગઇ છે. દક્ષિણ આફ્રિકા ટી-20 લીગના કમિશનર ગ્રીમ સ્મિથે તેને લઇને અપડેટ જાહેર કર્યુ છે. 2023માં દક્ષિણ આફ્રિકામાં રમાનાર પ્રથમ ઉદ્દઘાટન SA20 લીગ માટે મેચનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. પ્રથમ સીઝનમાં કુલ 33 મેચ રમાશે.

વધુ જુઓ ...
    SA20 League: દક્ષિણ આફ્રિકામાં મીની આઇપીએલની તૈયારી પુરી થઇ ગઇ છે. દક્ષિણ આફ્રિકા ટી-20 લીગના કમિશનર ગ્રીમ સ્મિથે તેને લઇને અપડેટ જાહેર કર્યુ છે. 2023માં દક્ષિણ આફ્રિકામાં રમાનાર પ્રથમ ઉદ્દઘાટન SA20 લીગ માટે મેચનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. પ્રથમ સીઝનમાં કુલ 33 મેચ રમાશે.

    દક્ષિણ આફ્રિકા ટી-20 લીગ 10 જાન્યુઆરીથી શરૂ થશે અને 11 ફેબ્રુઆરીએ ફાઇનલ મેચ રમાશે. દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર દ્વિપક્ષીય વન ડે શ્રેણી (24 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી)ને કારણે એક અઠવાડિયાનો બ્રેક રહેશે. આ મીની આઇપીએલમાં 6 ફ્રેન્ચાઇઝીની ટીમ એક બીજા સામે ટકરાશે.

    6 ટીમ લેશે ભાગ

    ટૂર્નામેન્ટની ઉદ્દઘાટન મેચ એમઆઇ કેપ ટાઉન અને પાર્લ રૉયર્લ્સ વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટે વિશ્વભરના ટોપ ખેલાડીઓને આકર્ષિત કર્યા છે જેમાં પાર્લ રોયલ્સ માટે રમનારા જોસ બટલર અને એમઆઇ કેપ ટાઉનનું પ્રતિનિધિત્વ કરનારા રાશિદ ખાન સામેલ છે.

    ટૂર્નામેન્ટમાં 6 ટીમ એમઆઇ કેપટાઉન, પાર્લ રોયલ્સ, પ્રિટોરિયા કેપિટલ, સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ, જોબબર્ગ સુપર કિંગ્સ અને ડરબન સુપર જાયન્ટ કુલ 33 મેચ રમાશે. તમામ મેચ સાઉથ આફ્રિકાના લોકલ ટાઇમ અનુસાર રમાશે.

    SA20 2023 લીગ માટે ક્યારે કોની સામે રમાશે મેચ

    10 જાન્યુઆરી: એમઆઇ કેપટાઉન વર્સિસ પાર્લ રોયલ્સ, ન્યૂલેન્ડ્સ, સાંજે 5.30 વાગ્યે
    11 જાન્યુઆરી: ડરબન સુપર જાયન્ટ વર્સિસ જોબબર્ગ સુપર જાયન્ટ, કિંગ્સમીડ, સાંજે 5.30 વાગ્યે
    8 ફેબ્રુઆરી: સેમી ફાઇનલ વન, 1 વી 4, વાંડરર્સ, સાંજે 5.30 વાગ્યે
    9 ફેબ્રુઆરી: સેમી ફાઇનલ બે, 2 વી 3, સેંચુરિયન, સાંજે 5.30 વાગ્યે
    11 ફેબ્રુઆરી: ફાઇનલ, વાંડરર્સ, સાંજે 5.30 વાગ્યે
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन