નવી દિલ્હી. ભારતીય મહિલા હોકી ટીમ (Indian Woman Hockey Team) ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics)માં ઓસ્ટ્રેલિયા (India Beat Australia)ને હરાવીને પોતાના પ્રશંસકોની સાથોસાથ વિરોધી ટીમના ફેન્સને પણ પ્રશંસક કરી દીધા. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોથી લઈને હાઇ કમિશ્નર સુધી, તમામ ભારતીય મહિલા હોકી ટીમના વખાણ કરી રહ્યા છે. ભારતમાં ઓસ્રેનેલિયના હાઇ કમિશ્નર બૈરી ઓ ફેરેલ (Barry O’Farrell)એ તો ભારતીય ટીમને શુભેચછા આપતા ગોલકીપર સવિતા પૂનિયા (Savita Punia)ને ધ ગ્રેટ વોલ ઓફ ઈન્ડિયા (The Great Wall of India) તરીકે ગણાવી. સવિતા પૂનિયાએ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ક્વાર્ટર ફાઇનલમાં 9 પેનલ્ટી કોર્નર સેવ કર્યા.
ભારતીય મહિલા ટીમે સોમવારે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં ત્રણ વારની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યું. તેની સાથે જ ટીમે ઓલમ્પિક ઈતિહાસમાં પહેલીવાર સેમીફાઇનલમાં પ્રવેશ કરી દીધો. આ ઐતિહાસિક જીતથી સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવી રહી છે. શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. ખુશીની વાત એ છે કે ઓસ્ટ્રેલિયા તરફથી પણ ભારતને શુભકામનાઓ મળી રહી છે.
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ડેવિડ વોર્નર એ પણ ભારતીય મહિલા ટીમની જીત પર ખુશી વ્યક્ત કરી છે. ડેવિડ વોર્નરે આઇપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના ટ્વીટને રિટ્વીટ કર્યું. વોર્નરે લખ્યું કે, શાબાશ આપણી છોકરીઓ! તમે તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું અને ભારતને પણ શુભેચ્છા, ગુડ લક.
હોકી ઈન્ડિયાએ પણ ગોલકિપર સવિતા પૂનિયાની શ્રેષ્ઠ રમતને સલાક કરી. હોકી ઈન્ડિયાએ સવિતાની તસવીર પોસ્ટ કરી લખ્યું કે, વોલ (દિવાલ)ની નવી પરિભાષા...સોશિયલ મીડિયામાં પણ સવિતા પૂનિયાના જોરદાર વખાણ થઈ રહ્યા છે. હોકીના પ્રશંસક તેને ટીમની દિવાલ અને કવચ કહી રહ્યા છે. ભારતે મેચ જીત્યા બાદ સોમવારે દિવસભર સોશિયલ મીડિયામાં ધ ગ્રેટ વોલ ઓફ ઈન્ડિયા સવિતા પૂનિયા ટ્રેન્ડ કરતું રહ્યું.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર