સૌરાષ્ટ્રના આ ખેલાડીએ પસંદગીકારો પર ઉઠાવ્યા સવાલો, ઠાલવ્યો રોષ

News18 Gujarati
Updated: September 3, 2019, 9:47 PM IST
સૌરાષ્ટ્રના આ ખેલાડીએ પસંદગીકારો પર ઉઠાવ્યા સવાલો, ઠાલવ્યો રોષ
આ સૌરાષ્ટ્રના ખેલાડીએ પસંદગીકારો પર ઉઠાવ્યા સવાલો, ઠાલવ્યો રોષ

ટ્વિટર ઉપર પોસ્ટ કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો

  • Share this:
ડોમેસ્ટિક ક્રિકેટમાં દરેક ખેલાડીનું સપનું શાનદાર પ્રદર્શન કરી ટીમ ઇન્ડિયામાં રમવાનું હોય છે. ભારતીય ટીમમાં આવ્યા પહેલા તેને ઇન્ડિયા-એ (India A)માં તક મળે છે. જોકે સૌરાષ્ટ્ર(saurashtra)ના વિકેટકીપર શેલ્ડન જેક્સને (Sheldon Jackson)આરોપ લગાવ્યો છે કે સૌરાષ્ટ્રના ખેલાડીઓએ ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હોવા છતા ટીમના કોઈ પ્લેયરનો ઇન્ડિયા-A માં સમાવેશ કરાયો નથી. શેલ્ડન જેક્સને ટ્વિટર ઉપર પોસ્ટ કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. જેક્સનનું માનવું છે કે સૌરાષ્ટ્રના ખેલાડીઓ સાથે યોગ્ય વ્યવહાર થયો નથી.

જેક્સને ઉઠાવ્યા પસંદગીકાર પર સવાલ
શેલ્ડને જેક્સને પ્રથમ ટ્વિટમાં લખ્યું છે કે સૌરાષ્ટ્ર આ વર્ષે રણજી ટ્રોફી (Ranji Trophy)ની ફાઇનલ રમ્યું હતું પણ આશ્ચર્યકારક વાત એ છે કે દરેક પ્લેટફોર્મ ઉપર શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓનો ઇન્ડિયા-A ટીમમાં સમાવેશ કરાયો નથી. તો શું રણજી ટ્રોફીની ફાઇનલમાં રમવાનું મહત્વ ઝીરો છે.

શેલ્ડન જેક્સને પસંદગીકારોને પારદર્શી થવાની સલાહ પણ આપી હતી

Loading...

આ પછી શેલ્ડન જેક્સને બીજુ ટ્વિટ કરતા પસંદગીકાર પર આરોપ લગાવ્યો હતો. તેણે ટ્વિટ કર્યું હતું કે નાના પ્રદેશોની ટીમોને ગંભીરતાથી લેવામાં આવતી નથી. છેલ્લા પાંચ વર્ષમાં સૌરાષ્ટ્ર સિતાંશુ કોટકના કોચિંગમાં 3 ફાઇનલ રમ્યું છે પણ અમને પ્રદર્શન પ્રમાણે ક્રેડિટ મળી નથી.આ પણ વાંચો - વિન્ડીઝ તરફથી 12 ખેલાડીઓએ કરી બેટિંગ, 132 વર્ષમાં પ્રથમ ઘટના

પસંદગીકારોએ પારદર્શી હોવું જરુરી
શેલ્ડન જેક્સને પસંદગીકારોને પારદર્શી થવાની સલાહ પણ આપી હતી. તેણે ત્રીજા ટ્વિટમાં લખ્યું હતું કે હું સવાલ નથી કરી રહ્યો પણ મારું માનવું છે કે આપણે આ સુંદર સંગઠન અને એસોસિયેશનનું પ્રતિનિધિત્વ કરીએ છીએ અને અમે ખેલાડી જાણવા માંગીએ છીએ કે અમારા પ્રદર્શનમાં ખોટ ક્યાં રહી જાય છે. અમારી ક્રિકેટ કારકિર્દી ફક્ત ચાલી જ રહી છે. પસંદગીકારોએ પારદર્શી હોવું જોઈએ.
First published: September 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...