થાઇલેન્ડ ઓપન : સાત્વિકસાઇરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ રચ્યો ઇતિહાસ

બીડબલ્યુએફ સુપર 500 બેડમિન્ટન ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ જોડી બની

News18 Gujarati
Updated: August 4, 2019, 4:44 PM IST
થાઇલેન્ડ ઓપન : સાત્વિકસાઇરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ રચ્યો ઇતિહાસ
થાઇલેન્ડ ઓપન : સાત્વિકસાઇરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ રચ્યો ઇતિહાસ
News18 Gujarati
Updated: August 4, 2019, 4:44 PM IST
સાત્વિકસાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની મેન્સ ડબલ્સ જોડીએ થાઇલેન્ડ ઓપનનું ટાઇટલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતીય જોડીએ ફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન ચીનની લી જુન હુઈ અને લિયુ યૂ ચેનની જોડીને 21-19, 18-21, 21-18થી હરાવી હતી. સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીનું આ પ્રથમ ટાઇટલ છે. સાથે બીડબલ્યુએફ સુપર 500 બેડમિન્ટન ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ જોડી બની છે.

ભારતીય જોડીએ પ્રથમ ગેમમાં 10-6થી લીડ બનાવી હતી. જોકે આ પછી એકસમયે સ્કોર 15-15 અને 18-18 થયો હતો. ભારતીય જોડીએ શાનદાર રમત બતાવી 21-19થી સેટ જીતી લીધો હતો. જોકે ચીનની જોડીએ બીજી ગેમ 18-21થી જીતી વાપસી કરી હતી.

આ પણ વાંચો - ક્રિકેટર ઇરફાન પઠાણને તાત્કાલિક કાશ્મીર છોડવાનો આદેશ

ત્રીજી અને નિર્ણાયક ગેમમાં ચીનની જોડીએ શાનદાર શરુઆત કરતા 4-1થી લીડ બનાવી હતી. જોકે ભારતીય જોડીએ વળતો પ્રહાર કર્યો હતો. ચીનીની જોડીએ કરેલી કેટલીક ભૂલોનો ફાયદો ભારતીય જોડીને થયો હતો. નિર્ણાયક ગેમ 21-18થી જીતી ભારતીય જોડીએ ઇતિહાસ રચ્યો હતો.
First published: August 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...