Home /News /sport /ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળતા રડી ગયો ક્રિકેટર, પોતાની જગ્યાએ સૂર્યકુમાર યાદવની પસંદગી પર જુઓ શું કહ્યું

ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળતા રડી ગયો ક્રિકેટર, પોતાની જગ્યાએ સૂર્યકુમાર યાદવની પસંદગી પર જુઓ શું કહ્યું

Sarfaraz Khan

SURYAKUMAR AND SARFARAZ: સૂર્યકુમાર અને સરફરાઝ મુંબઈ તરફથી ડોમેસ્ટિક મેચ રમતી વખતે એક ડ્રેસિંગ રૂમ શેર કરતાં હતા. હવે સરફરાઝને ફરી તક મળી નથી ત્યારે તેણે પોતાનું મૌન તોડ્યું છે.

બોર્ડર-ગાવસ્કર સિરિઝ (Border-Gavaskar series)માં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ માટે ભારતની 17 સભ્યોની ટીમની BCCIએ જાહેરાત કરી દીધી છે. ટીમમાં સરફરાઝ ખાન (Sarfaraz Khan)ને સ્થાન નથી મળ્યું અને સૂર્યકુમાર યાદવની આ ફોર્મેટમાં પસંદગી થઈ છે. પરિણામે ચાહકો, નિષ્ણાતો અને દિગ્ગજ ક્રિકેટરોમાં પણ રોષ છે. આ નિર્ણયના કારણે ઘણા અને આશ્ચર્ય થયું છે અને પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.

સૂર્યકુમાર અને સરફરાઝ મુંબઈ તરફથી ડોમેસ્ટિક મેચ રમતી વખતે એક ડ્રેસિંગ રૂમ શેર કરતાં હતા. હવે સરફરાઝને ફરી તક મળી નથી ત્યારે તેણે પોતાનું મૌન તોડ્યું છે.

વનડે ક્રિકેટમાં સૂર્યકુમારને ચમકતો સિતારો ગણવામાં આવે છે પણ ટેસ્ટ ક્રિકેટમાં તેનું પ્રદર્શન સરફરાઝ જેવુ નથી. રણજી ટ્રોફીમાં સરફરાઝે પુષ્કળ રન બનાવ્યા છે. જેના કારણે ચાહકો પણ ચોંકી ગયા છે.

25 વર્ષીય સરફરાઝે 2019/20ની સિઝનમાં 154.66ની સરેરાશથી 928 રન, 2021/22ની સિઝનમાં 122.75ની સરેરાશથી 982 રન અને ચાલુ સિઝનમાં આશરે 92ની એવરેજથી 500થી વધુ રન નોંધાવ્યા હતા. બીજી તરફ સૂર્યકુમાર ગત ડિસેમ્બરમાં રણજી ટ્રોફીની મેચમાં રમ્યો તે પહેલા ત્રણ વર્ષ સુધી ટેસ્ટ રમ્યો નહતો. તે સમયે તેણે 80 બોલમાં 90 રન ફટકાર્યા હતા.

આ પણ વાંચો: માં ગુમાવી પણ હિંમત નહીં! પપ્પાએ જીવ રેડીને બનાવ્યો ક્રિકેટર, ટીમ ઈન્ડિયામાં નથી મળતું સ્થાન

પત્રકાર વિમલ કિમરે સૂર્યકુમારની પસંદગી વિશે અને તેનો ટીમમાં સમાવેશ થતાં તેને શું પ્રેરણા મળી તે અંગે પૂછ્યું હતું. ત્યારે સરફરાઝે ખુલાસો કર્યો કે, તેઓ સારા બોન્ડ ધરાવે છે અને તેમને "મિત્ર" પાસેથી ઘણું શીખવા મળે છે. સરફરાઝ કહે છે કે, દેખીતી રીતે જ તેની પસંદગી મારા માટે પ્રેરણાદાયક છે. સૂર્યકુમાર મારા સારા મિત્ર છે. અને જ્યારે અમે સાથે ટીમમાં હોઈએ છીએ ત્યારે અમે ઘણો સમય સાથે વિતાવીએ છીએ. મને તેની પાસેથી ઘણું બધું શીખવા મળે છે. તેને લાંબા સમયથી રાહ જોવી પડી હતી પરંતુ જે રીતે તે રમી રહ્યો છે, તેણે સાથે પોતાનો અનુભવ રાખ્યો છે, જેથી રમત સરળ બને છે.



અહીં નોંધનીય છે કે, ગત સપ્તાહે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં સરફરાઝે ટીમની જાહેરાત બાદ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, ટીમની જાહેરાત કરવામાં આવી હતી અને મારું નામ નહોતું, ત્યારે હું ખૂબ જ દુ:ખી હતો. આ દુનિયામાં મારા સ્થાને કોઈ પણ વ્યક્તિ ઉદાસ થઈ ગઈ હોત, કારણ કે, મે મારી પસંદગી થશે તેવી અપેક્ષા રાખી હતી, પરંતુ પસંદગી કરવામાં આવી ન હતી. ગઈકાલે અમે ગુવાહાટીથી દિલ્હીની મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે હું આખો દિવસ ઉદાસ રહ્યો હતો. હું તે વિશે વિચારતો હતો કે આવું શા માટે થયું? હું ખૂબ જ એકલતા અનુભવી રહ્યો હતો. હું રડી પણ પડ્યો હતો.
First published:

Tags: Indian Cricket, Sarfaraz khan, Suryakumar yadav

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો