પાકિસ્તાન ક્રિકેટમાં ફેરફાર, સરફરાઝને ટેસ્ટ અને ટી-20 ટીમના કૅપ્ટનપદેથી હટાવ્યો

સરફરાઝ અહમદ

અઝહર અલીને ટેસ્ટ અને બાબર આઝમને પાકિસ્તાનની ટી-20 ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો

 • Share this:
  ઇસ્લામાબાદ : આઈસીસી વર્લ્ડ કપ 2019 (ICC World Cup 2019) અને શ્રીલંકા (Sri Lanka) સામે ઘરમાં ટી-20 શ્રેણીમાં મળેલા કારમા પરાજય પછી આખરે સરફરાઝ અહમદ(Sarfaraz Ahmed) ને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board)ની ધીરજ તુટી ગઈ હતી. પીસીબીએ સરફરાઝ અહમદને ટેસ્ટ અને ટી-20ના કૅપ્ટનપદેથી હટાવી દીધો છે. તેના સ્થાને અઝહર અલીને(Azhar Ali) ટેસ્ટ અને બાબર આઝમ (Babar Azam)ને પાકિસ્તાનની ટી-20 ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન પછી સરફરાઝની ખુરશી ખતરામાં હતી. પીસીબીએ આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ પહેલા સરફરાઝને હટાવવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે આ સાથે સંકેત આપ્યો છે કે સરફરાઝે હવે ટીમમાં વાપસી કરવા માટે શાનદાર પ્રદર્શન કરવું પડશે.

  ખરાબ પ્રદર્શનના કારણે સરફરાઝ અહમદને ઓસ્ટ્રેલિયા પ્રવાસે જનાર પાકિસ્તાનની ટીમમાં (Pakistan Cricket Team)સ્થાન પણ મળ્યું નથી. પાકિસ્તાન ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ત્રણ ટી-20 મેચ રમશે. આ પછી ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત બે ટેસ્ટની શ્રેણી પણ રમશે.

  આ પણ વાંચો - સૌરવ ગાંગુલી પાસે ન હતો આ સવાલનો જવાબ, કહ્યું - પીએમ મોદીને પુછો

  અઝહર અલીને ટેસ્ટ ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો


  વન-ડે ટીમનો કૅપ્ટન રહેશે
  સરફરાઝ અહમદ વન-ડે ટીમના કૅપ્ટન તરીકે યથાવત્ રહેશે. પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કોચ મિસ્બાહ ઉલ હક સરફરાઝ અહમદના પ્રદર્શનથી ખુશ ન હતો. ખાસ કરીને સરફરાઝની આગળ આવીને જવાબદારી ન ઉઠાવવાના વલણથી નારાજ હતો. મિસ્બાહે પીસીબી ચીફ એક્ઝિક્યુટીવ વસીમ ખાનને મળીને સરફરાઝને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ પહેલા એવી ચર્ચા હતી કે મોહમ્મદ હફિઝને પાકિસ્તાન ક્રિકેટ ટીમની આગેવાની આપવામાં આવી શકે છે. જોકે આમ થયું ન હતું.
  Published by:Ashish Goyal
  First published: