Home /News /sport /PAK vs NZ: આઠ વર્ષ બાદ ફરીથી રમવા મળ્યું, પહેલી જ ટેસ્ટમાં ફટકારી સદી, પત્ની જાહેરમાં રડી ગઈ, જુઓ VIDEO
PAK vs NZ: આઠ વર્ષ બાદ ફરીથી રમવા મળ્યું, પહેલી જ ટેસ્ટમાં ફટકારી સદી, પત્ની જાહેરમાં રડી ગઈ, જુઓ VIDEO
પાકિસ્તાની ક્રિકેટર સરફરાઝ અહેમદ
PAK vs NZ બીજી ટેસ્ટની અંતિમ અને ચોથી ઇનિંગમાં સરફરાઝ બેટિંગ કરવા આવ્યો હતો. આઠ વર્ષ પછી ટેસ્ટ મેચ રમી રહેલા Sarfaraz Ahmed ની સદી જોઈ પત્ની જાહેરમાં રડી પડી હતી.
Sarfaraz Ahmed viralvideo:પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan cricket team) મેનેજમેન્ટે તાજેતરમાં PAK vs NZ ટેસ્ટ સિરીઝ માટે મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan) ના સ્થાને સરફરાઝ અહેમદ (Sarfaraz Ahmed) ના નામની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. જોકે, સરફરાઝ અહેમદે અકલ્પનીય કમબેક કરીને ચાહકોની અપેક્ષા પર ખરો ઉતર્યો છે .
PAK vs NZ બીજી ટેસ્ટની અંતિમ અને ચોથી ઇનિંગમાં સરફરાઝ બેટિંગ કરવા આવ્યો હતો. તે આવ્યો ત્યારે તેની ટીમ 5માં દિવસે 319 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે 77/4 પર હતી. જોકે, તેણે શાનદાર સદી ફટકારી (176 બોલમાં 118 રન) પોતાની ટીમને જીતની નજીક લાવી દીધી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે, આઠ વર્ષ પછી સરફરાઝે રેડ-બોલ ફોર્મેટ (ટેસ્ટ ક્રિકેટ) માં સદી ફટકારી છે. ભૂતપૂર્વ પાક કેપ્ટનની સદી પણ યાદગાર છે કારણ કે હોમ ટાઉનના ગ્રાઉન્ડ પર ટેસ્ટમાં આ તેની પ્રથમ સદી છે. તેણે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં 135 બોલમાં આ સદી પૂરી કરી હતી. સરફરાઝની પત્ની પણ તમામ લાઇવ એક્શનને જોવા માટે સ્ટેડિયમની અંદર હાજર હતી. તેણે સદી ફટકારતાં જ તેની પત્નીની આંખમાં આંસુ આવી ગયા હતા, તે રડવા લાગી હતી.
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીમાં રમાયેલી બે મેચોની સિરીઝની બીજી ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. મેચ નાટકીય રીતે સમાપ્ત થઈ કારણ કે અમ્પાયરોએ ત્રણેય પરિણામો શક્ય હોય તેવા સમયે 'ખરાબ લાઈટિંગ'ને કારણે મેચ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડ સિરીઝ જીતથી એક વિકેટ દૂર હતું ત્યારે મેચ અટકાવી દેવામાં આવી હતી. પાકિસ્તાની ટીમ આ સિરીઝમાં જીતથી 15 રન દૂર હતી.
" isDesktop="true" id="1315168" >
ટીમમાં જગ્યા બનાવવા કર્યો સંધર્ષ
સરફરાઝ અહેમદને ટીમમાં જગ્યા બનાવવા માટે સખત સંઘર્ષ કરવો પડ્યો હતો. સુકાની પદ પરથી હટાવ્યા બાદ તે મેદાન પર સાથી ખેલાડીઓ માટે ડ્રિંક્સ લાવતો હતો, ટીમ સિલેક્શન પર ક્યારેય સવાલ ઉઠાવ્યો ન હતો. સ્થાનિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવ્યું છે અને તકનો સારો ઉપયોગ કર્યો છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર