Home /News /sport /

Sara Tendulkar: સચિનની લાડલી સારાનો video Viral, શું ફિલ્મોમાં કરશે એન્ટ્રી?

Sara Tendulkar: સચિનની લાડલી સારાનો video Viral, શું ફિલ્મોમાં કરશે એન્ટ્રી?

Sara Tendulkar Viral Video: સારા તેંડુલકરનો મોડેલિંગનો વીડિયો વાયરલ

Sara Tendulkar Modelling Video: સારા તેંડુલકર ડેટ નાઇટ પર (Sara Tendulkar Date Night) પર જઈ આવ્યા પછી ફરી સોશિયલ મીડિયા પર છવાઈ

    Sara Tendulkar Modelling Video: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડલકરની લાડલી સારા તેંડુલકર (Sara tendulkar) આજકાલ સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. સારા તેંડુલકરે મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો છે (Sara Tendulkar Modelling) સારાએ પોતાના પ્રથમ મોડેલિંગ એસાઇનમેન્ટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. (Sara Tendulkar Modelling Video in Instagram) સારા તેંડુલકર હંમેશા પોતાની અંગત જિંદગીને સોશિયલ મીડિયામાં શેર કર્યા કરે છે પરંતુ આ વખતે તેની ખ્યાતિમાં એક નવું પીછું ઉમેરાયું છે. સારાએ એક પ્રસિદ્ધ આંતરાષ્ટ્રીય બ્રાન્ડ માટે મોડેલિંગ કર્યુ છે. આ સાથે જ સારાના ગ્લેમર જગતમાં પ્રવેશથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

    સારા તેંડુલકરે તાજેતરમાં જ એક લોકપ્રિય ક્લોથિંગ બ્રાન્ડ સાથે કરાર કર્યો છે. ક્લોથિંગ બ્રાન્ડના પ્રમોશ માટે તેની સાથે અત્રિનેત્રી બનિતા સંધુ, તાનિયા શ્રોફ સાથે મોડેલિંગની શરૂઆત કરી છે. પ્રમોશનલ વીડિયોમાં આ ત્રણેય માનુનીઓ જોવા મળી રહી છે. સારા છેલ્લા કેટલાક સમયથી ફિટનેસ પર જોર આપી રહી હતી.

    સારાની ડેટનાઇટ થઈ હતી વાયરલ

    તાજેતરમાં જ સારા તેંડુલકરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી મૂકી હતી. જેમાં કેપ્શન હતું. ડેટનાઇટ. જોકે, આ ડેટનાઇટ તે કોઈ બોયફ્રેન્ડ સાથે નહીં પરંતુ તેની ફ્રેન્ડ સાથે ગઈ હતી. સારાની ચર્ચા ત્યારે સમગ્ર દેશના સોશિયલ મીડિયામાં થવા લાગી હતી. કથિત રીતે સારા અને ક્રિકેટર શુભમન ગીલ વચ્ચે પ્રેમ સંબંધો હોવાની ચર્ચા છે.

    આ પણ વાંચો :Pro Kabaddi League Season 8 : ભારતના કબડ્ડી ખેલાડીઓની સેલરી પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર બાબર આઝમ કરતાં પણ વધુ

    સારા તેંડુલકરનો અભ્યાસ

    સારા તેંડુલકરરે મુંબઈમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલથી અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તેણે યુનિવર્સિટી કોલેજ લંડનથી ગ્રેજ્યુએશન કર્યુ છે. બનિતા સંધુ જે તેની સાથે વીડિયોમાં જોવા મળી રહી છે તે એક પ્રોફેશનલ એક્ટ્રેસ છે અને બોલિવૂડમાં કામ કરે છે. તેણે વરૂણ ઘવન સાથે વર્ષ 2018માં ઓક્ટોબર નામની ફિલ્મથી શરૂઆત કરી હતી.




    શું સારા ફિલ્મોમાં કામ કરશે?

    કહેવાય છે કે મોડેલિંગ એ બોલિવૂડમાં એન્ટ્રી લેવાનું પ્રથમ પગથીયું છે. સારાએ આ પગથીયા પર કદમ મૂકતા તેના ચાહકોમાં કુતુહૂલ જાગ્યું છે કે શું માસ્ટર બ્લાસ્ટરની લાડલી ફિલ્મોમાં પ્રવેશ કરશે? જોકે, અત્યારે તો કઈ પણ કહેવું અશક્ય છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cricket News in Gujarati, Sara Tendulkar, સચિન તેંડુલકર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन