સંજુ સેમસને ફૂલ સ્ટાઇલમાં રેડ-બોલ ક્રિકેટ (Sanju Samson Comeback in Re-Ball Cricket)માં કમબેક કર્યું હતું. લગભગ ત્રણ વર્ષના લાંબા ગાળા બાદ રણજી ટ્રોફી (Ranji Trophy)માં રમી રહેલા સેમસને રાંચીમાં ઝારખંડ સામે કેરળની મેચ (Jharkhand VS Kerala Ranji Trophy Match)ના પ્રથમ દિવસે જ અડધી સદી ફટકારી હતી. નંબર-5 પર બેટિંગ કરતા કેરળના સુકાની સેમસને પોતાની દમદાર બેટિંગ કરવાની સ્ટાઇલમાં જરા પણ પીછેહઠ કરી નહોતી. સેમસન નંબર 5 પર બેટિંગ કરવા માટે આવ્યો હતો. બીજા સેશનમાં કેરળે માત્ર 8 રનના ગાળામાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં ડાબોડી સ્પિનર શાહબાઝ નદીમે રોહન કુન્નુમ્મલ (50) અને સચિન બેબી (0)ની વિકેટ્સ ઝડપી હતી.
69 બોલમાં ફટકારી અડધી સદી
સેમસને પોતાનો સમય લીધો અને બેટિંગની સ્પીડમાં વધારો કર્યો હતો. તેણે સારા બોલને ડિફેન્ડ કર્યા હતા અને ઓવર એટેક પણ નહોતો કર્યો. તેણે ખાસ ધ્યાન રાખ્યું કે, તે ઓર્ડિનરી ડિલિવરી પર બોલને બાઉન્ડ્રીની બહાર મોકલે. સેમસન 69 બોલમાં તેની અડધી સદી સુધી પહોંચી ગયો હતો. સિક્સર ફટકારવાનો સિલસિલો જારી રહ્યો હતો. પરંતુ જમણા હાથના ઓફ સ્પિનર ઉત્કર્ષ સિંઘે 72મી ઓવરમાં પોતાનું વધુ સારું પ્રદર્શન કર્યું હતું. તાજેતરમાં જ બાંગ્લાદેશ સામે રેકોર્ડ બ્રેકિંગ બેવડી સદી ફટકારનારા ઇશાન કિશને સંજુ સેમસનનો કેચ પકડ્યો હતો.
સેમસને 108 બોલમાં 72 રનની ઇનિંગ રમી, જેમાં સેમસને સાત છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. કેરળે પહેલા દિવસે 276/6નો સ્કોર બનાવ્યો હતો. જેમાં અક્ષય ચંદ્રન (39) અને સિજોમોન જોસેફ (28)એ ભાગીદારી કરી હતી. આ પહેલા ઓપનર રોહન પ્રેમે પેવિલિયનમાં પાછા ફરતા પહેલા 79 રન બનાવ્યા હતા.
90 રનથી મેચ હાર્યું કેરળ
સેમસને છેલ્લી રણજી ટ્રોફી મેચ બેબીની કેપ્ટન્સી હેઠળ પાર્થિવ પટેલની આગેવાની હેઠળની ગુજરાત સામે રમી હતી. જ્યારે તે પ્રથમ ઇનિંગમાં સિંગલ ડિજિટના સ્કોર પર આઉટ થયો હતો, ત્યારે હાર્ડ-હિટિંગ બેટ્સમેને 268 રનના રનચેઝમાં બીજી ઇનિંગ્સમાં 82 બોલમાં 78 રન બનાવ્યા હતા. કેરળ 177 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને 90 રનથી મેચ હારી ગયું હતું.
સેમસન વ્હાઇટ-બોલ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો, જ્યારે તે સિનિયર ટીમની અંદર અને બહાર રહી ચૂક્યો છે. પૂર્વ ક્રિકેટરો તરફથી તેમને ટીમમાં સામેલ કરવા માટે કોલ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ તેને વન-ડે ટીમમાંથી આરામ આપવામાં આવ્યો હતો.
અગાઉ તેને ત્રણ વન ડેની સીરીઝમાંથી માત્ર પ્રથમ મેચમાં જ સામેલ કરવામાં આવ્યો હતો. ભારતને છઠ્ઠા બોલિંગ ઓપ્શનની જરૂર હોવાથી ખેલાડીને દૂર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી સેમસનના ખાતામાં વન-ડેમાં પ્રભાવશાળી નંબર્સ છે. તેણે 10 ઇનિંગ્સમાં 66ની એવરેજથી 330 રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદી સામેલ છે. તેનો સ્ટ્રાઇક રેટ 104.76 રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર