Home /News /sport /આ ખેલાડીને T20 World Cup માટે લાયક ન ગણ્યો, હવે ભારતીય ટીમની કેપ્ટનશીપ સોંપી!

આ ખેલાડીને T20 World Cup માટે લાયક ન ગણ્યો, હવે ભારતીય ટીમની કેપ્ટનશીપ સોંપી!

સંજુ સેમસનને ન્યુઝીલેન્ડ A સામેની વન-ડે શ્રેણી માટે ભારત A ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે (PIC: AP)

India A vs New Zealand A:સંજૂ સૈમસનને ટી-20 વિશ્વકપમાં પસંદગીલાયક સમજવામાં આવ્યો નહીં, હવે તેને જ ઇન્ડિયા-એ ટીમનો કેપ્ટન બનાવાયો છે. તે ન્યૂઝીલેન્ડ-એ વિરૂદ્ધ 3 વન-ડે મેચોની સિરીઝમાં ભારતીય-એ ટીમની આગેવાની કરશે. આ સિરીઝની ત્રણ મેચો ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

વધુ જુઓ ...
    સંજૂ સૈમસનને તાજેતરમાં જ ટી-20 વર્લ્ડકપ માટે પસંદ કરાયેલી ટીમ ઇન્ડિયાની 15 સદસ્યોની ટીમમાં સ્થાન મળ્યું નથી. તેના સ્થાને વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત અને કાર્તિક આર્યનની પસંદગી કરવામાં આવી છે. સિલેક્ટર્સના આ ફેંસલાનો ચારેયતરફ વિરોધ કરવામાં આવી રહ્યો છે. માત્ર પ્રશંસકો જ નહીં, ક્રિકેટના જાણકારો પણ સૈમસનની પસંદગી ન થવા પર સવાલો ઉઠાવી રહ્યા છે. જે સૈમસનને ટી-20 વિશ્વકપમાં પસંદગીલાયક સમજવામાં આવ્યો નહીં, હવે તેને જ ઇન્ડિયા-એ ટીમનો કેપ્ટન બનાવાયો છે. તે ન્યૂઝીલેન્ડ-એ વિરૂદ્ધ 3 વન-ડે મેચોની સિરીઝમાં ભારતીય-એ ટીમની આગેવાની કરશે. આ સિરીઝની ત્રણ મેચો ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

    સિરીઝની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બર, બીજી 25 સપ્ટેમ્બર અને ત્રીજી મેચ 27 સપ્ટેમ્બરે રમાશે. BCCIએ આ સિરીઝ માટે 16 સભ્યોની ભારતીય ટીમની પસંદગી કરી છે. તેમાં કુલપિદ યાદવ, શાર્દુલ ઠાકુર અને ઉમરાન મલિક જેવા ખેલાડીઓ સામેલ છે. કાઉન્ટી ક્રિકેટમાં શાનદાર બોલિંગ કરનાર નવદીપ સૈનીને પણ ન્યૂઝીલેન્ડ-એ સામેની વન-ડે સિરીઝ માટે પસંદ કરાયેલી ટીમમાં સ્થાન મળ્યું છે.

    આ દરમિયાન ન્યુઝીલેન્ડ-એ સાથે ત્રણ મેચોની બિનસત્તાવાર ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ બે ટેસ્ટ ડ્રો રહી છે. સૈમસન અગાઉ ઓગસ્ટમાં ભારતીય ટીમ સાથે ઝિમ્બાબ્વેની મુલાકાતે ગયો હતો. તે પ્રવાસમાં સામેલ પાંચ વધુ ખેલાડીઓ, ઋતુરાજ ગાયકવાડ, કુલદીપ યાદવ, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર અને રાહુલ ત્રિપાઠીને પણ ન્યૂઝીલેન્ડ-એ સામેની વન-ડે શ્રેણી માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.

    આ પણ વાંચો-ચીનની ગગનચુંબી ઈમારતમાં ભીષણ આગ, વિકરાળ આગનો વીડિયો આવ્યો સામે

    સેમસને IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ટી-20 વર્લ્ડ કપમાં દિનેશ કાર્તિક અને રિષભ પંતને વિકેટકીપર તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. સૈમસનના ચાહકો નિરાશ છે કે તેને ટી-20 વર્લ્ડ કપ માટે સામેલ કરવામાં આવ્યો નથી અને એવા અહેવાલો પણ છે કે ચાહકો 28 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં રમાનારી દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી-20 મેચમાં સ્ટેડિયમમાં પ્રદર્શન કરશે. સૈમસન કેરળ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. સૈમસને 2015માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી માત્ર 16 ટી-20 રમવાની તક મળી છે. આમાં તેણે 136ના સ્ટ્રાઈક રેટથી 296 રન બનાવ્યા છે.

    આ પણ વાંચો- અજય-કાજોલનો આ VIDEO જોઇને હસી પડશો ખડખડાટ

    ઇન્ડિયા-એ સ્ક્વોડ: પૃથ્વી શો, અભિમન્યુ ઇશ્વરન, ઋતુરાજ ગાયકવાડ, રાહુલ ત્રિપાઠી, રજત પાટીદાર, સંજુ સૈમસન (કેપ્ટન), કેએશ ભરત (વિકેટકીપર), કુલદીપ યાદવ, શાહબાઝ અહેમદ, રાહુલ ચાહર, તિલક વર્મા, કુલદીપ સેન, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, નવદીપ સૈની, રાજ અંગદ બાવા.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Cricket News Gujarati, Sanju samson, ભારતીય ક્રિકેટ ટીમ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन