Home /News /sport /ODI Series 2022: સંજુ સેમસનને મળી શકે છે મોટી જવાબદારી, જલ્દી જ થશે જાહેરાત

ODI Series 2022: સંજુ સેમસનને મળી શકે છે મોટી જવાબદારી, જલ્દી જ થશે જાહેરાત

T20 સિરિઝમાં સંજુ સેમસનને મોટી જવાબદારી

India vs South Africa ODI Series: 28 સપ્ટેમ્બરના રોજ શરૂ થતી T20 સિરિઝમાં ( T20 series )ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા આમને સામને આવશે. જણાવી દઈએ કે, T20 સિરિઝ બાદ 6 ઓક્ટબરના રોજ વનડે સિરિઝ પણ શરૂ થઈ રહી (Team India) છે. આ દરમિયાન, ભારતીય ટીમ દ્વારા ખેલાડીયોને મોટું સ્થાન આપવામાં આવી શકે છે. જેમાં શિખર ધવન અને સંજુ સેમસન પણ સમાવેશ થઈ શકે તેમ છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સંજુ સેમસન (Sanju Samson) હાલમાં ઈન્ડિયા A ના કેપ્ટન છે. ભારત-A અને ન્યુઝીલેન્ડ-A વચ્ચે વનડે શ્રેણી રમાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા (Team India) 28 સપ્ટેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ T20 રમશે. આ બાદ, 6 ઓક્ટોબરથી 3 મેચની વન-ડે સિરીઝ રમવામાં આવશે. ભારત આજે મંગળવારે કાલે યોજાનારી વનડે શ્રેણી માટેની ટીમની જાહેરાત થઈ શકે છે. શિખર ધવનને (Shikhar Dhawan) ટીમની કમાન મળી શકે છે. આ સાથે જ, સેમસનને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે. જોકે, સંજુ સેમસનને આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી 20 વર્લ્ડ કપ માટે ટીમમાં જગ્યા મળી નથી. હાલ, ઘણા નિષ્ણાતોએ ટીમની પસંદગી પર સવાલ ઉઠાવ્યા હતા.

    આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા 14 દિવસમાં 6 મેચ રમશે

    સેમસનને વાઇસ કેપ્ટનની જવાબદારી?


    સ્પોર્ટ્સના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે સંજુ સેમસનને વાઇસ કેપ્ટનની જવાબદારી આપવામાં આવી શકે છે. 27 વર્ષીય સેમસનનો લિસ્ટ-A ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ છે. તેણે અત્યાર સુધી 103 ઇનિંગ્સમાં 31ની એવરેજથી 2806 રન બનાવ્યા છે. આ સાથે જ, તેણે 90ની સ્ટ્રાઈક રેટ સાથે એક સદી અને 15 અડધી સદી ફટકારી છે. આ ઉપરાંત, તેમણે અણનમ 212 રનની શ્રેષ્ઠ ઇનિંગ્સ પણ રમી છે. તેણે અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે ODIની 6 ઈનિંગ્સમાં 44ની એવરેજથી 176 રન બનાવ્યા છે. આ સાથે જ, એક ફિફ્ટી પણ ફટકારી છે.

    આ પણ વાંચો: કેટલાક 12મું પાસ, તો કેટલાકે અધવચ્ચે છોડી દીધો અભ્યાસ, વાંચો ટીમ રોહિતનું રિપોર્ટ કાર્ડ

    પાટીદારને મળી શકે છે તક:


    રજત પાટીદારને પણ ODI ટીમમાં તક મળી શકે છે. તેણે IPLમાં RCB માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ, MPને રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે દુલીપ ટ્રોફીમાં પણ બેટિંગથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. પાટીદારે લિસ્ટ-એની 44 ઇનિંગ્સમાં 35ની એવરેજથી 1462 રન બનાવ્યા હતા, આ સાથે 3 સદી અને 5 અડધી સદી ફટકારી હતી. જણાવી દઈએ કે, તેણે 95ની સ્ટ્રાઈક રેટ સાથે 158 રનની મોટી ઇનિંગ્સ રમી હતી.



    આ સાથે જ, શુભમન ગિલ, ઉમરાન મલિક અને રાહુલ ત્રિપાઠીને પણ ODI ટીમમાં તક મળી શકે છે. ગિલ હાલમાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ચેમ્પિયનશિપ રમી રહ્યો છે અને તેણે અત્યાર સુધી શાનદાર રીતે સારું પ્રદર્શન કર્યું હતું.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Cricket t20 world cup, Sport, T20 cricket, Team india

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन