Sanju Samson at FIFA: ઓકલેન્ડમાં રમાયેલી વન-ડે શ્રેણીના પહેલા મેચમાં ન્યૂઝીલેન્ડ સામે સાત વિકેટથી મળેલી હાર બાદ ટીમ ઇન્ડિયામાં ફેરફાર થાય તેવી અપેક્ષા હતી. બોલર ઓછા રમાડવામાં આવ્યા હોવા બાબતે ભારતની ટીકા થઈ હતી. બીજી તરફ ઓલરાઉન્ડર દીપક હૂડા માટે રસ્તો બનાવવા માટે સેમસનનું પત્તું કપાતા ચાહકો કેપ્ટન શિખર ધવન અને મુખ્ય કોચ વીવીએસ લક્ષ્મણ પર ભડકી ગયા હતા. કેટલાક ચાહકોએ ટ્વિટર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો, જ્યારે કેટલાકે કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપ 2022માં ખાસ પોસ્ટર બતાવ્યા હતા.
Sanju Samson's fans in FIFA World Cup - Craze of Sanju Samson is just amazing. pic.twitter.com/pBGuvMGoNZ
સેમસન ટી-20 વર્લ્ડ કપ બાદ ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટી-20ની શ્રેણીનો ભાગ હતો. ન્યુઝીલેન્ડ સામે યુવા ભારતીય ટીમનો મુકાબલો થવાનો હોવાથી પ્લેઈંગ ઈલેવનમાં સેમસનનું સ્થાન નિશ્ચિત મનાવામાં આવતું હતું. પરંતુ આખી શ્રેણીમાં તેને બહાર રાખવામાં આવ્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાએ આ બાબત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી વ્યૂહાત્મક કારણોથી સેમસનને બહાર રખાયો હોવાનો ખુલાસો કર્યો હતો.
I have seen Sanju Samson's fans in India, West Indies, Zimbabwe, Newzealand and in Kerala Blasters match.
But 😢 now they are in FIFA World Cup too....😱😱💗💗💗💗
ત્યાર પછી રમાયેલી વન-ડે શ્રેણી માટે પણ સેમસન ટીમનો ભાગ રહ્યો હતો અને આખરે તેને એક તક આપવામાં આવી હતી. જ્યાં તેણે 38 બૉલમાં 36 રનની ઇનિંગ રમી હતી અને શ્રેયસ અય્યર સાથે મળીને 96 રનની મહત્ત્વની ભાગીદારી બનાવી હતી. જોકે, તે મેચમાં નબળી બોલિંગના કારણે હાર થઈ હતી. બાદમાં ભારતે બોલિંગની મજબૂતીમાં વધારો કરવા હૂડાને પસંદ કર્યો હતો અને સેમસનને બહાર બેસાડયો હતો.
જેના કારણે ચાહકો ગુસ્સે ભરાયા હતા. તેઓએ ટીમ સિલેક્શન માટે ટીમ ઇન્ડિયાની ઝાટકણી કાઢી હતી. કેટલાક લોકોએ ખાસ બેનરો બનાવીને હાલમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપમાં સેમસનને ટેકો આપ્યો હતો, જેની એક તસવીર રાજસ્થાન રોયલ્સે શેર કરી હતી. રાજસ્થાન રોયલ્સમાં સેમસન કમાન સંભાળે છે.
હેમિલ્ટનમાં રવિવારે રમાયેલી મેચ બાદ ધવને સેમસનને પડતો મૂકવા પાછળનું કારણ જણાવ્યું હતું. તેનું કહેવું હતું કે, અમે ઇચ્છતા હતા કે છઠ્ઠો બોલર આવે, તેથી સંજુ સેમસન ચૂકી ગયા અને હૂડા ટીમમાં આવ્યો હતો. ચહરને પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે તે બોલને ખરેખર સારી રીતે સ્વિંગ કરાવી શકે છે. અમારા કેટલાક ખેલાડીઓ આરામ કરી રહ્યા છે, પરંતુ ટીમ હજી પણ મજબૂત છે, તે અમારી ટીમની ઊંડાઈ દર્શાવે છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર