Eng સામેની હાર બાદ કોહલીએ કહ્યું, રહાણે અંગે કંઇપણ બોલાવવા માંગો છો તો... તે નહીં થઇ શકે

ઓસ્ટ્રેલિયામાં કેપ્ટન તરીકે ટેસ્ટ સિરીઝમાં ઐતિહાસિક રીતે જીતાડવા બદલ રહાણેની પ્રશંસા કરવામાં આવી હતી, પરંતુ તે મેલબોર્નમાં સદી બાદ બેટ્સમેન તરીકે કમાલ નથી કરી શક્યા.

ઓસ્ટ્રેલિયામાં કેપ્ટન તરીકે ટેસ્ટ સિરીઝમાં ઐતિહાસિક રીતે જીતાડવા બદલ રહાણેની પ્રશંસા કરવામાં આવી હતી, પરંતુ તે મેલબોર્નમાં સદી બાદ બેટ્સમેન તરીકે કમાલ નથી કરી શક્યા.

 • Share this:
  ઇંગ્લેન્ડ (England) સામે પહેલી ટેસ્ટમાં (Test Match) ભારતની (India) 227 રનથી હાર બાદ બંને ઇનિંગ્સમાં નિષ્ફળ ગયેલા બેટ્સમેન અજિંક્ય રહાણેની (Ajinkya Rahane) ટીકા થઈ રહી છે. કેપ્ટન વિરાટ કોહલીએ (Captain Virat Kohli) રહાણેનો બચાવ કરતાં કહ્યું હતું કે, જો તમે કંઇ બોલાવવા માંગો છો, તો તે નહીં થઈ શકે.

  પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે (Sanjay Manjrekar) ટ્વિટ કર્યું હતું કે, મારો મુદ્દો રહાણે સાથે બેટ્સમેન તરીકેનો તરીકે છે. મેલબોર્નમાં સદી બાદ તેમણે અણનમ 27, 22, 4, 37, 24, 1 અને 0 રન બનાવ્યા હતા. સદી બાદ શ્રેષ્ઠ ખેલાડી લય જાળવી રાખે છે અને નબળા ફોર્મમાં ચાલતા ખેલાડીઓનું દબાણ ઓછું કરે છે.  ઓસ્ટ્રેલિયામાં કેપ્ટન તરીકે ટેસ્ટ સિરીઝમાં ઐતિહાસિક રીતે જીતાડવા બદલ રહાણેની પ્રશંસા કરવામાં આવી હતી, પરંતુ તે મેલબોર્નમાં સદી બાદ બેટ્સમેન તરીકે કમાલ નથી કરી શક્યા.

  કોહલીએ કહ્યું હતું કે, હું પણ બોલ્ડ થઈ ગયો હતો. જો તમે કંઈક બોલાવવા માંગતા હો, તો તે શક્ય નથી, કારણ કે એવું કંઈ નથી. અજિંક્યે અને પૂજારા અમારા સૌથી મહત્વપૂર્ણ ટેસ્ટ બેટ્સમેન છે અને અમને તેમની ક્ષમતા પર પૂરો વિશ્વાસ છે.

  રવિન્દ્ર જાડેજાની સિંહ સાથેની તસવીર ફરી થઇ રહી છે Viral, જાણો કેમ

  કોહલીએ ચેન્નાઈમાં રહાણેના પ્રદર્શન વિશે જણાવ્યું હતું કે, તે માત્ર એક ટેસ્ટ અને બે ઇનિંગ્સની વાત છે. તમે આ ઇનિંગ્સને એક બાજુ મૂકી શકો છો, પરંતુ પ્રથમ ઇનિંગ્સમાં તે ચોગ્ગો મારવા માંગતો હતો, જેને રુટે દ્વારા શાનદાર કેચમાં ફેરવી નાખ્યો હતો. જો તે બોલ બાઉન્ડ્રી પાર જાત તો આવી વાત ન થતી હોત. કોઈ સમસ્યા નથી, ખરેખર દરેક ખેલાડી સારી રીતે રમી રહ્યા છે.

  રિકી પોન્ટિંગના મેલબર્નવાળા ઘરમાં ચોરોએ પાડી ધાડ, કાર લઈને થયા રફુચક્કર!

  નોંધનીય છે કે, ભારત ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ચેન્નઈ ખાતે 227 રને હાર્યું છે. આ ઇંગ્લેન્ડની 8 વર્ષ પછી ભારતીય જમીન પર પ્રથમ જીત છે. મેચ પછી ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, ફર્સ્ટ હાફમાં અમે ઇંગ્લેન્ડને દબાણમાં નહોતા લાવ્યા, તેણે વધુ પ્રોફેશન રમત દાખવી હતી. જોકે એક ટીમ તરીકે અમને બાઉન્સ બેક કરતા આવડે છે, અમે આગામી ત્રણ મેચમાં અમે સારો દેખાવ કરીશું.  ભારતીય કેપ્ટને કહ્યું, આપણે એ વસ્તુને સમજવી પડશે, જે આ મેચમાં સારી રીતે કરી અને જે વસ્તુ આપણે ન કરી શક્યા, એક ટીમ તરીકે આપણે હંમેશા સુધાર કરવો પડશે. આ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ટીમ અમારા કરતા વધુ પ્રેકટિકલ હતી. ભારતીય કેપ્ટનને આશા છે કે, ટીમ આગામી મેચોમાં સારૂ પ્રદર્શન કરશે. તેમણે કહ્યું કે, અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે, આગામી ત્રણ મેચોમાં અમે સારી ટક્કર આપીએ અને એ વસ્તુઓને હાથમાંથી ન નિકળવા દઈએ જે આ ટેસ્ટમાં જોવા મળ્યું.
  Published by:Kaushal Pancholi
  First published: