સંજના ગણેશને પતિ જસપ્રિત માટે કરી કંઇક એવી ભવિષ્યવાણી જે બાદમાં સાબિત થઇ સાચી

સંજના ગણેશને મેચ પહેલા કરેલી ભવિષ્યવાણી સાચી પડી હતી.

બુમરાહની પત્ની અને સ્પોર્ટ્સ એન્કર પત્ની સંજના ગણેશ (Sanjana Ganesh)ને પ્રિડિક્ટ કર્યુ હતું કે, બુમરાહ આ મેચમાં બે વિકેટ લેશે અને બુમરાહે પોતાની પત્નીના પ્રિડિક્શનને ખોટું સાબિત ન થવા દીધું.

 • Share this:
  નવી દિલ્હી:  IPL 2021ના બીજા ફેઝમાં મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians)ના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) શાનદાર રીતે રમી રહ્યો છે. આવું જ પરફોર્મન્સ તેણે 28 સપ્ટેમ્બરે પંજાબ કિંગ્સ (Punjab Kings)ની સામે આપ્યું અને પોતાની ફાસ્ટ બોલિંગથી બે વિકેટ પોતાના નામે કરી હતી. ફેઝ-2માં બુમરાહની રમત પર નજર કરીએ તો અત્યાર સુધીમાં તે 4 મેચમાં 10 વિકેટ ઝડપી ચૂક્યો છે. મેચ પહેલા બુમરાહની પત્ની અને સ્પોર્ટ્સ એન્કર પત્ની સંજના ગણેશ (Sanjana Ganesh)ને પ્રિડિક્ટ કર્યુ હતું કે, બુમરાહ આ મેચમાં બે વિકેટ લેશે અને બુમરાહે પોતાની પત્નીના પ્રિડિક્શનને ખોટું સાબિત ન થવા દીધું.

  મેચની શરૂઆત પહેલા મુંબઇ ઇન્ડિયન્સ સાથે વાત કરતા સ્પોર્ટ્સ એન્કર અને જસપ્રીત બુમરાહની પત્ની સંજનાને પૂછવામાં આવ્યું કે, આ મેચમાં બુમરાહ કેટલી વિકેટ લેશે. તો સંજનાએ જવાબ આપતા જણાવ્યું કે, હું તો ઇચ્છું કે તે પાંચ વિકેટ લે, પરંતુ મને લાગે છે કે આ મેચમાં તે બે વિકેટ લેવામાં સફળ રહેશે. મુંબઇ ઇન્ડિયન્સે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આ વિડીયો ક્લિપ શેર કરી છે, જેમાં સંજનાએ પ્રિડિક્ટ કર્યુ હતું કે બુમરાહ આ મેચમાં બે વિકેટ લેશે.

  પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં માત્ર 135 રન બનાવ્યા, જેના જવાબમાં મુંબઇ ઇન્ડિયન્સે આ લક્ષ્યને 19માં ઓવરમાં 4 વિકેટ ખોઇને મેળવ્યો. મુંબઇ ઇન્ડિયન્સ માટે સારી વાત તે રહી કે તેનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી હાર્દિક પાંડ્યા ફોર્મમાં પરત ફર્યો છે. આ મેચમાં તેણે 30 બોલમાં 40 રન બનાવ્યા છે, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો.

  આ પણ વાંચો: IPL 2021: પોઈન્ટ ટેબલ, ઓરેન્જ-પર્પલ કેપ અપડેટ, આ બે ટીમનું પ્લેઓફમાં સ્થાન નક્કી

  સૌ પ્રથમ પોલાર્ડે એક જ ઓવરમાં બે વખત ફટકો મારી ક્રિસ ગેલ અને કેએલ રાહુલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો અને પછી બુમરાહે નિકોલસ પૂરન અને દિપક હુડ્ડાની વિકેટ આપી હતી. બસ હવે થોડા જ મેચ બાકી રહ્યા છે, રોહિત શર્માની આગેવાનીવાળી મુંબઇ ઇન્ડિયન્સનું લક્ષ્ય પ્લેઓફમાં જગ્યા બનાવવાનું છે. 5 જીત સાથે મુંબઇ ઇન્ડિયન્સ IPL પોઇન્ટ ટેબલમાં પાંચમાં સ્થાન પર છે.
  Published by:kuldipsinh barot
  First published: