Sania Mirza Retirement: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા દુબઈ ડ્યૂટી ફ્રી ટેનિસ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટ બાદ ટેનિસને અલવિદા કહી દેશે. દુબઈ ડ્યૂટી ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટ આગામી મહિને રમાશે. હકીકતમાં, સાનિયા મિર્ઝા ગત વર્ષે અમેરિકી ઓપનના બાદ પ્રોફેશનલ્સ ટેનિસને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો ગતો. પણ ઈજાના કારણ તે આ ટૂર્નામેન્ટ રમી શકી નહોતી. જે બાદ તેણે પોતાની નિવૃતિની જાહેરાતનો નિર્ણય બદલ્યો હતો. સાનિયા મિર્ઝાનું ટેનિસ કરિયર શાનદાર રહ્યું છે. આ ખેલાડીએ ટેનિસ કોર્ટ પર કેટલાય ખિતાબ પોતાના નામે કર્યા છે.
સોનિયા મિર્ઝાના કરિયરની વાત કરીએ તો, આ ભારતીય ટેનિસ સ્ટારે પ્રોફેશનલ્સ કરિયરમાં 6 મોટી ચેમ્પિયનશિપ જીતી છે. સાનિયા મિર્ઝાએ 3 વાર ડબલ્સ અને 3 વાર મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. આ મહિને ઓસ્ટ્રેલિયા ઓપનમાં સાનિયા મિર્ઝા કઝાકિસ્તાનની પોતાની જોડીદાર અન્ના ડાનિલિયાની સાથે કોર્ટ પર જોવા મળશે. અહીં ઉલ્લેખનિય છે કે, સાનિયા મિર્ઝા છેલ્લા 10 વર્ષથી દુબઈમાં રહે છે. દુબઈમાં સાનિયા મિર્ઝાના ખૂબ ચાહકો છે. આવી રીતે સાનિયા મિર્ઝા પોતાના ફેન્સ વચ્ચે ટેનિસ કરિયરને અલવિદા કહેશે.
અહીં ઉલ્લેખનિય છે કે, સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના છુટાછેડાના સમાચાર વચ્ચે ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. આ ઉપરાંત હાલના દિવસોમાં સાનિયા મિર્ઝાએ પોતાના ઈંસ્ટાગ્રામ પર પોતાના દીકરા ઈઝહાન સાથે ફોટો શેર કર્યો છે અને લોકોને 2023ના નવા વર્ષની શુભકામનાઓ આપી છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર