અઝરુદ્દીનના દીકરાની દુલ્હન બનશે સાનિયા મિર્ઝાની બહેન, ડિસેમ્બરમાં લગ્ન યોજાશે

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પોતાની બહેન અનમની સાથે હાલમાં જ પેરિસમાં રજાઓ માણી પરત ફરી છે. (ફાઇલ તસવીર)

સાનિયા મિર્ઝાની બહેન અનમ વ્યવસાયે ફેશન સ્ટાઇલિસ્ટ છે

 • Share this:
  નવી દિલ્હી : ટેનિસ સ્ટાર (Tennis Star) સાનિયા મિર્ઝા (Sania Mirza)ની બહેન અનમ મિર્ઝા (Anam Mirza) ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા (Team India)ના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીન (Mohammad Azharudin)ના દીકરા મોહમ્મદ અસદ (Mohammad Asad)ની દુલ્હન બનશે. લાંબા સમયથી ચાલી રહેલી બંનેના લગ્નની અફવાઓનો હવે સાનિયા મિર્ઝાએ પોતે જ સ્વીકાર કર્યો છે. સાનિયાએ આ વાતની પુષ્ટિ કરી દીધી છે. ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, સાનિયા મિર્ઝાએ કહ્યું, 'અનમ ડિસેમ્બરમાં લગ્ન કરી રહી છે. અમે હાલમાં જ પેરિસમાં બેચલર પાર્ટી ઉજવીને પરત આવ્યા છીએ અને અમે ખૂબ જ ઉત્સાહિત છીએ.' નોંધનીય છે કે, સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા વ્યવસાગે ફેશન સ્ટાઇલિસ્ટ છે.

  મૂળે, અનમ મિર્ઝા (Anam Mirza)એ સોશિયલ મીડિયા પર મોહમ્મદ અસદ (Mohammad Asad)ની સાથે એક ફોટો શેર કર્યો હતો, જેના કેપ્શનમાં તેણે લખ્યું હતું, ફેમિલી. ત્યારબાદથી જ બંનેના લગ્નની અફવાઓએ જોર પકડી લીધું હતું. હવે તેનો ખુલાસો કરતાં સાનિયા મિર્ઝાએ કહ્યું છે કે અનમ એક સારા યુવક સાથે લગ્ન કરવા જઈ રહી છે. તેનું નામ અસદ છે અને તે મોહમ્મદ અઝરુદ્દીનનો દીકરો છે. અમે સૌ આ લગ્નને લઈ ખૂબ જ ઉત્સાહિત છીએ. સાનિયા મિર્ઝાએ બંનેના લગ્નની તારીખનો તો ઉલ્લેખ ન કર્યો, પરંતુ એટલું ચોક્કસ જણાવ્યું કે, લગ્ન આ વર્ષના ડિસેમ્બરમાં થશે.

  સાનિયા મિર્ઝાની બહેન અનમ વ્યવસાયે ફેશન સ્ટાઇલિસ્ટ છે. (ફાઇલ તસવીર)


  ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના નજીકની મિત્ર અને ફિલ્મમેકર ફરાહ ખાન (Farah Khan)એ પણ થોડા દિવસ પહેલા અનમ તરફ ઈશારો કરતાં બ્રાઇડ ટૂ બી વાળી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સાનિયા અને અનમ મિર્ઝાની સાથે પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતાં ફરાહ ખાને લખ્યું હતું કે, પિલો ટૉક, જ્યારે મિર્ઝા બહેનોનો સાથ હોય તો તેમની સાથે સમય પસાર કરવો જરૂરી થઈ જાય છે. અનમ અને સાનિયા મિર્ઝાએ પેરિસમાં ખેંચવામાં આવેલી પોતાની વધુ તસવીરો પણ શેર કરી હતી.

  આ પણ વાંચો,

  આ અભિનેત્રી સાથે ડિનર ડેટ પર ગયો કેએલ રાહુલ, પરંતુ થોડા સમયમાં...
  લંડનમાં હાર્દિક પંડ્યાની સફળ સર્જરી, કહ્યું - જલ્દી વાપસી કરીશ
  Published by:Mrunal Bhojak
  First published: