સાનિયા મિર્ઝાએ પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક સાથે કેમ કર્યા લગ્ન? જાણો કારણ

સાનિયા મિર્ઝાએ પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક સાથે કેમ કર્યા લગ્ન? જાણો કારણ
સાનિયા મિર્ઝાએ પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક સાથે કેમ કર્યા લગ્ન? જાણો કારણ

સાનિયાએ સરહદ પાર લગ્ન કેમ કર્યા તેનો ખુલાસો તેણે હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો

 • Share this:
  નવી દિલ્હી : ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ (Sania Mirza) 2010માં પાકિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડર શોએબ મલિક (Shoaib Malik) સાથે લગ્ન કર્યા હતા. સાનિયાએ સરહદ પાર લગ્ન કેમ કર્યા તેનો ખુલાસો તેણે હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. સાનિયાએ પાકિસ્તાનની સ્પોર્ટ્સ એન્કર ઝૈનબ અબ્બાસને કહ્યું કે શોએબ મલિકે જે રીતે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું તે ઘણું શાનદાર હતું. તે શોએબને ના પાડી શકી ન હતી.

  સાનિયાએ ઝૈનબ અબ્બાસ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે થોડાક મહિના સુધી એકબીજાને ડેટ કર્યા પછી શોએબે મને સીધું કહી દીધું હતું કે મારી સાથે લગ્ન કરીશ. હું ભારત આવીને તારા પરિવારને મળવા માંગું છું. જો તારો જવાબ હા છે તો મને જાણ કરી દેજે.  આ પણ વાંચો - શું સુંદર અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે ભારતીય સ્પિનર યુજવેન્દ્ર ચહલ?

  સાનિયાએ કહ્યું કે મને શોએબ મલિકની વાતમાં ઘણી સચ્ચાઇ જોવા મળી. મને લાગ્યું કે તેમાં કોઈ દેખાડો નથી. તેની સાચી ભાવના હતી, જે તેણે અનુભવી અને મને પ્રપોઝ કરી દીધું. તેને શોએબ મલિકની એ વાત ઘણી પસંદ આવી કારણ કે તે દેખાડો કરતો નથી. તેણે ઘૂંટણિયા બેસીને મને પ્રપોઝ ના કર્યું જે તેની સ્ટાઇલ નથી. શોએબ ઘણો સરળ છે.

  સાનિયાએ આ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે શોએબ મલિકની એક આદતથી તે નફરત કરે છે. જ્યારે અમારી બંને વચ્ચે ઝઘડો થાય છે ત્યારે શોએબ પોતાના દિલની વાત કહેતો નથી, તે તે વાતને પોતાના સુધી જ સિમિત રાખે છે.
  Published by:News18 Gujarati
  First published:May 27, 2020, 23:05 pm

  ટૉપ ન્યૂઝ