સાનિયા મિર્ઝાનો પુત્ર ન ભારતીય હશે કે ન પાકિસ્તાની

સાનિયાએ હૈદરાબાદમાં મંગળવારે પુત્રને જન્મ આપ્યો

પાકિસ્તાન ક્રિકેટ ટીમનો પૂર્વ સુકાની શોએબ મલિક સોશિલય મીડિયા પર પોતાના અને ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના પુત્રની નાગરિકતાને લઈને ચાલી રહેલ ચર્ચા પર બોલ્યો

  • Share this:
    પાકિસ્તાન ક્રિકેટ ટીમનો પૂર્વ સુકાની શોએબ મલિક સોશિલય મીડિયા પર પોતાના અને ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના પુત્રની નાગરિકતાને લઈને ચાલી રહેલ ચર્ચા પર બોલ્યો છે. તેણે કહ્યું છે કે તેનો પુત્ર ન ભારતીય હશે કે ન પાકિસ્તાની. ઉલ્લેખનીય છે કે સાનિયાએ હૈદરાબાદમાં મંગળવારે પુત્રને જન્મ આપ્યો હતો. આ પછી સોશિયલ મીડિયા પર બાળકને નાગરિકતાને લઈને સવાલ શરુ થઈ ગયા છે.

    બાળકનો ભારતમાં થયો છે અને તેની માતા સાનિયા ભારતીય જ છે જેથી બાળક ભારતીય નાગરિકતાનો હકદાર છે. જોકે શોએબ મલિક અન્ય વાત કહી રહ્યો છે.

    પાકિસ્તાનના અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને આ મુદ્દે ખબર આપી છે. તેણે શોએબના હવાલાથી કહ્યું છે કે સંભવ છે કે તેનો પુત્ર કોઈ અન્ય દેશની નાગરિકતા ગ્રહણ કરે. શોએબે આ વાત બાળક આવ્યા પહેલા લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં પાક મીડિયાને આ વાત કરી હતી.

    આ પણ વાંચો - #BabyMirzaMalik: સાનિયા મિર્ઝાના પરિવારે ત્રણ ક્રિકેટ કેપ્ટન આપ્યા

    લગ્ન પછી સાનિયા અને તેના પતિએ દુબઈમાં ઘર ખરીદ્યું છે. બંને રમી રહ્યા હોતા નથી ત્યારે મોટાભાગનો સમય અહીં પસાર કરે છે.

    રજા લઈને હૈદરાબાદ આવ્યો છે શોએબ
    પાકિસ્તાનની ટીમ દુબઈમાં ઓસ્ટ્રેલિયા સામે ટી-20 મેચ રમી રહી છે પણ શોએબ મલિક પોતાના ક્રિકેટ બોર્ડની મંજુરી લઈ હૈદરાબાદ પોતાની પત્ની અને નવજાત બાળક પાસે આવ્યો છે.

    સાનિયા ભારતીય, શોએબ પાકિસ્તાની
    સાનિયાનો પતિ શોએબ મલિક પાકિસ્તાની ક્રિકેટર છે. તેની પાસે પાકિસ્તાની નાગરિકતા છે. તેણે આઠ વર્ષ પહેલા સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા. જોકે આ લગ્ન પછી પણ સાનિયાએ ભારતીય નાગરિકતા જ રાખી છે.

    આ પણ વાંચો - સાનિયા મિર્ઝાના ઘરે નવા મહેમાનનું આગમન, શોએબ મલિકે ટ્વિટર પર આપ્યા સમાચાર

    શું કહે છે ભારતીય નાગરિકતાના નિયમો
    ભારત સરકારના નાગરિકતા નિયમો કહે છે કે જો કોઈ બાળક ભારતમાં જન્મે અને તેના માતા કે પિતા ભારતીય નાગરિક હોય તો તે માતા-પિતા ઇચ્છે તો તે ભારતીય નાગરિકતાનો હકદાર છે.

    પુત્રની સરનેમ મિર્ઝા મલિક
    સાનિયા મિર્ઝા અને તેના પતિ શોએબે પહેલા જ કહ્યું હતું કે તેમના બેબીની સરનેમ મિર્ઝા મલિક બંને સાથે રહેશે.
    Published by:Ashish Goyal
    First published: