Home /News /sport /ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા શોએબ મલિક સાથે લેશે છુટાછેડા!, સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા શોએબ મલિક સાથે લેશે છુટાછેડા!, સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ

સાનિયા મિર્ઝા અને શોએબ મલિક (ફાઇલ ફોટો)

Sania Mirza & Shoaib Malik lost likely to divorce: ઇન્ડિયન ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકનું નામ દુનિયાના પાવર કપલમાં સામેલ છે. તાજેતરમાં બન્નેએ પોતાના પુત્ર ઇઝહાનનો જન્મદિવસ એક સાથે મનાવ્યો હતો, જેની તસવીરો શોએબ મલિકે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના લગ્ન જીવનમાં હવે કઇક બરાબર ચાલતુ ના હોય તેમ લાગી રહ્યુ છે.

વધુ જુઓ ...

    શું તૂટી જશે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકનો સબંધ?

    સાનિયા મિર્ઝા અને શોએબ મલિકની લવ કેમેસ્ટ્રીએ એક સમયે દરેક કોઇના દિલ જીતી લીધા હતા પરંતુ આ સમયે સાનિયા મિર્ઝાની એક પોસ્ટે દરેક કોઇને વિચારવા પર મજબૂર કરી દીધા છે. સાનિયા મિર્ઝાએ ઇંસ્ટા સ્ટોરી પર પોતાની વાત શેર કરતા લખ્યુ, 'તૂટેલા દિલ ક્યા જાય છે? અલ્લાહને શોધવા માટે'. સાનિયા મિર્ઝાની આ પોસ્ટથી ફેન્સ ચિતિંત છે.

    શું સાનિયાને ચીટ કરી રહ્યો છે શોએબ મલિક?

    કપલને લઇને લગાવવામાં આવતી અટકળોમાં કેટલી સત્યતા છે તે કહી શકાતુ નથી અને તેની પાછળનું અસલી કારણ પણ હજુ સુધી સામે આવ્યુ નથી. પાકિસ્તાનના કેટલાક મીડિયા રિપોર્ટ્સથી ખબર પડે છે કે શોએબ મલિકે પોતાના એક ટીવી શો દરમિયાન સાનિયા મિર્ઝા સાથે ચીટ કર્યુ હતુ. પાકિસ્તાની મીડિયાએ એમ પણ કહ્યુ કે આ કપલ હવે અલગ થઇ ગયુ છે અને છેલ્લા કેટલાક સમયથી અલગ જ રહે છે.

    આટલુ જ નહી કહેવામાં આવે છે કે બન્ને હવે માત્ર પોતાના પુત્ર ઇઝહાનની કો-પેરેન્ટિંગને કારણે સાથે છે. મહત્વપૂર્ણ છે કે શોએબ મલિક અને સાનિયા મિર્ઝાએ એપ્રિલ 2010માં લગ્ન કર્યા હતા. આ કપલ લગ્ન બાદ દૂબઇમાં એક સાથે રહેતુ હતુ.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन