Home /News /sport /

સાનિયા અને પોતાના બાળકની રાષ્ટ્રીયતાના સવાલ પર શોએબે આપ્યો આવો જવાબ!

સાનિયા અને પોતાના બાળકની રાષ્ટ્રીયતાના સવાલ પર શોએબે આપ્યો આવો જવાબ!

પાકિસ્તાની મીડિયાના એક પત્રકારે શોએબ મલિકને પુછ્યું હતું કે તમારા બાળકને કયા દેશની રાષ્ટ્રીયતા મળશે

ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ આઠ વર્ષ પહેલા જ્યારે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે ત્યારથી લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે

    ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ આઠ વર્ષ પહેલા જ્યારે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે ત્યારથી લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. જોકે આ વખતે તેના પતિ શોએબ મલિકને પાકિસ્તાની મીડિયાએ તેમના બાળકની રાષ્ટ્રીયતાને લઈને સવાલ કર્યો હતો.

    પાકિસ્તાની મીડિયાના એક પત્રકારે શોએબ મલિકને પુછ્યું હતું કે તમારા બાળકને કયા દેશની રાષ્ટ્રીયતા મળશે. શોએબે હસીને સવાલને ટાળવાનો પ્રયત્ન કર્યો હતો પણ ફરીથી સવાલ પુછતા તેણે જવાબ આપ્યો હતો કે બાળકની રાષ્ટ્રીયતા મતલબ રાખતી નથી. સાથે તેમનો બાળક ની રાષ્ટ્રીયતા ના ભારતની હશે ના પાકિસ્તાની તેની રાષ્ટ્રીયતા ત્રીજા દેશની હશે.


    સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના લગ્નને આઠ વર્ષ કરતા વધારે સમય થઈ ગયો છે. આમ છતા બંનેનો સંબંધ કોઈના કોઈ કારણોસર વિવાદમાં રહે છે. સાનિયાએ થોડા સમય પહેલા પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી તો ટ્વિટર પર તેની રાષ્ટ્રીયતાને લઈને ટ્રોલ કરવામાં આવી હતી. આ પહેલા પણ સાનિયાને સોશિયલ મીડિયા પર નિશાને લેવામાં આવી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Sania mirza, Shoaib malik

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन