Home /News /sport /

શ્રીલંકાનાં ધુરંધર બેટ્સમેન જયસૂર્યાની સ્થિતિ દયનીય, હાલ કાખઘોડીનાં સહારે!

શ્રીલંકાનાં ધુરંધર બેટ્સમેન જયસૂર્યાની સ્થિતિ દયનીય, હાલ કાખઘોડીનાં સહારે!

શ્રીલંકન ક્રિકેટ ટિમનાં ધુરંધર બેટ્સમેને સનથ જયસૂર્યાની સ્થિતિ હાલમાં દયનીય છે.

શ્રીલંકન ક્રિકેટ ટિમનાં ધુરંધર બેટ્સમેને સનથ જયસૂર્યાની સ્થિતિ હાલમાં દયનીય છે.

કોલંબો: શ્રીલંકન ક્રિકેટ ટિમનાં ધુરંધર બેટ્સમેને સનથ જયસૂર્યાની સ્થિતિ હાલમાં દયનીય છે. હાલમાં તેઓને ચાલવા માટે કાખઘોડીનો સહારો લેવો પડે છે. એક સમયે બોલર્સને હંફાવી દેનારા જયસૂર્યાનાં ઘુટણની સમસ્યા એટલી વધી ગઇ કે તેમને ચાર ડગલાં ચાલવા માટે પણ હવે કાખઘોડીનો સહારો લેવો પડે છે.

શ્રીલંકન ન્યુઝપેપર 'સીલોન ટૂડે'માં આવેલી ખબર પ્રમાણે, જયસૂર્યાનાં ઘૂટણોનું ઓપરેશન મેલબર્નમાં થવાનું છે. આ માટે તેઓ જાન્યુઆરી મહિનામાં જ ઓસ્ટ્રેલિયા જશે. અખબારની માનીયે તો, જયસૂર્યાને ઓપરેશન બાદ સંપૂર્ણ ઠીક થવામાં આશરે એક મહિનાનો સમય લાગી શકે છે. તે બાદ જ માલૂમ થશે કે તે તેમનાં પગ પર ઉભા રહેવામાં અને ચાલવામાં સક્ષમ થયા છે કે નહીં.

શ્રીલંકન ક્રિકેટ ટીમનાં મજબૂત સ્તંભ રહેલાં 48 વર્ષિય સનથ જયસૂર્યાની એક સમયે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં નામના હતી. તેમની ક્રિકેટિંગ કરિયરમાં તેમણે 110 ટેસ્ટ મેચમાં 40ની સરેરાશથી 6973 રન બનાવ્યા હતાં. જયસૂર્યાએ 433 વન ડે ક્રિકેટ મેચમાં 13,000 રન બનાવ્યા છે. જયસૂર્યાની બેટિંગ ઉપરાંત તેની સ્પિન બોલિંગ પણ સામેવાળી ટીમ માટે મુસીબત હતી. તેમણેટ ેસ્ટ મેચમાં 98 વિકેટ જ્યારે વન ડેમં 323 વિકેટ લીધી હતી.



જોકે વધતી ઉંમરને કારણે જયસૂર્યાનાં પ્રદર્શન દિવસેને દિવસે ઝાંખો થતો ગયો અને આખરે તેમણે વર્ષ 2011માં સન્યાસ લઇ લીધો. તે બાદ તે ક્રિકેટ બોર્ડથી જોડાયેલા રહ્યાં અને બે વખત શ્રીલંકન ક્રિકેટ ટીમની પસંદગી સમિતિનાં ચેરમેન રહી ચુક્યા છે.
First published:

Tags: Bats Man, Sanath Jayasuriya on Crutches, Shrilanka

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन