Home /News /sport /ગુજરાતી યુવા ક્રિકેટરે ફટકારી બેવડી સદી! સચિન અને સહેવાગના લિસ્ટમાં ઉમેરાયું નામ

ગુજરાતી યુવા ક્રિકેટરે ફટકારી બેવડી સદી! સચિન અને સહેવાગના લિસ્ટમાં ઉમેરાયું નામ

સમર્થ વ્યાસની બેવડી સદી

Samarth Vyas Double Century: લિસ્ટ-એ ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીની મેચમાં સમર્થ વ્યાસે બેવડી સદી ફટકારીને વિશેષ યાદીમાં જગ્યા બનાવી લીધી છે.

    નવી દિલ્હી:  ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા એક એવો ખેલાડી છે જેણે વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી મોટી ઈનિંગ્સ રમી છે. તેણે 264 રનનો જંગી સ્કોર બનાવ્યો છે. પણ બેવડી સદી ફટકારનર ખેલાડીઓની યાદીમાં વધુ એક ગુજરાતી ખેલાડીનું નામ ઉમેરાઈ ગયું છે.

    રવિવારે લિસ્ટ-એ ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીની મેચમાં સમર્થ વ્યાસે બેવડી સદી ફટકારીને વિશેષ યાદીમાં જગ્યા બનાવી લીધી છે. સૌરાષ્ટ્રના 26 વર્ષીય સમર્થે મણિપુર સામે 131 બોલમાં 200 રન બનાવ્યા હતા. 20 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા. લિસ્ટ-એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર તે 9મો ભારતીય છે. ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગે પણ આ મોટું કરતબ કર્યું છે. મણિપુર સામે પ્રથમ બેટિંગ કરતા સૌરાષ્ટ્રે 4 વિકેટે 397 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

    પ્રથમ વિકેટ માટે 282 રનની મોટી ભાગીદારી

    સૌરાષ્ટ્ર માટે સમર્થ વ્યાસ અને હાર્વિક દેસાઈ ઓપનિંગ કરવા આવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 282 રનની મોટી ભાગીદારી કરી હતી. હાર્વિકે 107 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ સાથે જ સમર્થે 130 બોલમાં બેવડી સદી પૂરી કરી હતી. જોકે તે આગલા બોલ પર આઉટ થઈ ગયો હતો આ તેની લિસ્ટ-એ કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ઇનિંગ્સ છે. આ પહેલા તે ક્યારેય 150 રનના આંકડા સુધી પહોંચી શક્યો નહોતો. અત્યાર સુધી તેની સૌથી મોટી ઇનિંગ અણનમ 124 રનની હતી.

    ટી20 મુશ્તાક અલી ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન

    સમર્થ વ્યાસે વિજય હજારે ટ્રોફીની વર્તમાન સિઝનમાં ચંદીગઢ સામે 61 રન બનાવ્યા હતા . આ તેની બીજી મેચ છે. પ્રથમ મેચમાં તેણે ચંદીગઢ સામે 64 બોલમાં 61 રન બનાવ્યા હતા. ટીમે આ મેચમાં 7 વિકેટે મોટી જીત નોંધાવી હતી. અગાઉ સમર્થે ટી20 મુશ્તાક અલી ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 7 ઇનિંગ્સમાં 52ની એવરેજથી 314 રન બનાવ્યા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 177 રનનો હતો. આ દરમિયાન તેણે 97, 97*, 33, 12, 27, 34 અને 14 રનની ઇનિંગ્સ રમી હતી.

    આ પણ વાંચો: BCCI સચિવ જય શાહનું ICCમાં પ્રમોશન, ફાઈનાન્સ અને કોમર્શિયલ બાબતોનું કરશે સંચાલન

    ઉલ્લેખનીય છે કે આ યાદીમાં અગાઉ સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા, શિખર ધવન, પૃથ્વી શો, સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને કેવી કૌશલ પણ લિસ્ટ-એ ક્રિકેટમાં સદી ફટકારી ચૂક્યા છે.



    2 સદી અને 6 અડધી સદી

    સમર્થની લિસ્ટ-એ ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો આ મેચ પહેલા તેણે 28 ઇનિંગ્સમાં 39ની એવરેજથી 983 રન બનાવ્યા હતા. તેણે 2 સદી અને 6 અડધી સદી ફટકારી હતી. જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 89 હતો. તેણે 25 T20 ઇનિંગ્સમાં 30ની એવરેજથી 649 રન બનાવ્યા છે. જેમાં તેણે 4 અડધી સદી ફટકારી છે અને  સ્ટ્રાઈક રેટ 151 રહ્યો છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Cricket News in Gujarati, Indian Cricket, Vijay hazare trophy

    विज्ञापन
    विज्ञापन