અરબાઝ ફસાયો તો પિતા સલીમ ખાને આપ્યું ચોકાવનારૂ નિવેદન

News18 Gujarati
Updated: June 3, 2018, 1:18 PM IST
અરબાઝ ફસાયો તો પિતા સલીમ ખાને આપ્યું ચોકાવનારૂ નિવેદન

  • Share this:
આઈપીએલ મેચોમાં સટ્ટો લગાવીને કરોડો રૂપિયા ગુમાવી ચૂકેલ એક્ટર અરબાઝ ખાન હાલમાં દરેક ન્યૂઝ ચેનલમાં ચમકી રહ્યો છે. અરબાઝ ખાનનું નામ આઈપીએલ સટ્ટાબાજીમાં આવ્યું છે, ત્યાર પછી શનિવારે પૂછપરછ દરમિયાન તેને આઈપીએલમાં સટ્ટો લગાવવાની વાત સ્વીકારી હતી. હવે આ બાબતે તેમના પિતા સલીમ ખાને ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.

અરબાઝ દ્વારા IPL મેચોમાં સટ્ટો રમવાને લઈને સલીમ ખાને વેબાસાઈટ sporboye.comને કહ્યું કે, આ બાબતમાં ધરપકડ થયેલ સટોડિયા સોનૂ જાલાનના તાર અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સઉદી અરબ અને દક્ષિણ આફ્રિકા સુધી જોડાયેલા છે, તો પછી મારા પુત્ર અરબાઝનું નામ જ કેમ સામે આવી રહ્યું છે. શું આ સટ્ટાખોર સોનૂ જાલાનની ડાયરીમાં એકમાત્ર અરબાઝનું જ નામ છે. શું એક વ્યક્તિ પર તેની દુકાન ચાલી રહી છે?

વેબસાઈટમાં છપાલેયેલી રિપોર્ટ અનુસાર સલીમ ખાને કહ્યું કે, ક્લબ અને જિમખાનામાં જુગાર ચાલે છે. ઘોડાની રેસની પરવાનંગી છે. લોટરી ચાલે છે.. પરંતુ આપણા દેશમાં ક્રિકેટ પર સટ્ટાબાજી યોગ્ય ગણાતી નથી, તે છતાં કે આમાં ઘણા લોકો સામેલ હોય છે. ક્રિકેટ સટ્ટાબાજીને લીગલ કેમ કરવામાં આવતી નથી? શું આના બદલામાં મોટા પ્રમાણમાં ટેક્સ એક્ઠું કરી શકાય નહી?

સલીમ ખાને તે બધા જ સમાચારોને ફગાવી દીધા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, અરબાઝ અને મલાઈકાના તલાકનું કારણ સટ્ટો છે.

જણાવી દઈએ કે, આ બાબતમાં પોલીસ પૂછપરછ દરમિયાન શનિવારે અરબાઝ ખાને તે વાત સ્વીકાર કરી કે, પાછલા 5-6 વર્ષથી તે આઈપીએલમાં સટ્ટો લગાવી રહ્યો છે. સટ્ટો રમવો તેની આદત બની ગઈ છે. આને લઈને તેના અને મલાઈકાના પણ ઘણા બધા ઝગડા થઈ ચૂક્યા છે. અરબાઝે કહ્યુ કે, તેમના પરિવારે પણ સટ્ટો ન રમવા માટે તેમને કહ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર અરબાઝે પાછલા વર્ષે આઈપીએલ મેચોમાં લગાવેલ સટ્ટાથી 2.75 કરોડ રૂપિયાના નુકશાનની વાત સ્વીકારી છે. જાણકારી અનુસાર, અરબાઝે આ વર્ષે આઈપીએલમાં 2.80 કરોડ રૂપિયાનો સટ્ટો લગાવ્યો હતો. આ વર્ષે પણ અરબાઝને ઘણું નુકશાન થયું છે.
First published: June 3, 2018, 1:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading