Home /News /sport /Salim Durani: ભારતીય પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીએ જામનગરમાં 88 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા

Salim Durani: ભારતીય પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીએ જામનગરમાં 88 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા

સલીમ દુરાનીનું નિધન

Salim Durani No More: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સલીમ દુરાનીએ 88 વર્ષની ઉંમરે ગુજરાતમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ કેન્સરથી પીડાતા હતા અને જામનગરમાં તેમનું નિધન થયું છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સલીમ દુરાનીનું અવસાન થયું છે. 88 વર્ષના દિગ્ગજ ખેલાડી સલીમ દુરાની કેન્સરથી પીડાતા હતા. મળતી વિગતો પ્રમાણે તેમણે જામનગરમાં આજે સવારે અંતિમ શ્વાસ લીધા છે. દુરાનીને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમને 1960માં અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં જન્મેલા દુરાની કરાચીમાં પણ રહી ચૂક્યા છે. દુરાની એવા ખેલાડી હતા કે તેઓ દર્શકોની માંગ પર છગ્ગો ફટકારવામાં સક્ષમ હતા. તેમણે પોતાની અંતિમ ટેસ્ટ ઈંગ્લેન્ડ સામે બ્રેબોર્નમાં રમી હતી.

દર્શકોની માંગ પર ફટકારતા હતા છગ્ગા


અફઘાનિસ્તાનમાં જન્મેલા અને ભારત માટે લાંબા સમય સુધી ક્રિકેટ રમનારા સલીમ દુરાનીએ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ દર્શકોની માંગ પર બોલને બાઉન્ડ્રીની બહાર ફેંકી દેતા હતા. દર્શકો રમતમાં રોમાંચ લાવવા માટે દુરાનીને છગ્ગો જોવાની ઈચ્છા થાય ત્યારે તેઓ આમ કરી પણ બતાવતા હતા.

બેટિંગ સાથે દમદાર બોલિંગ


દુરાની ભારત તરફથી કુલ 29 ટેસ્ટ મેચ રમ્યા છે અને આ દરમિયાન તેમણે 1202 રન બનાવ્યા છે, જેમાં 1 સતક અને 7 અડધી સદીનો સમાવેશ થાય છે. આ સિવાય તેઓ બોલિંગમાં પણ મહત્વની ભૂમિકા ભજવતા હતા. તેમણે પોતાના કરિયરમાં 75 વિકેટો પણ લીધી છે.

દુરાની લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ કરતા હતા. સલીમ દુરાનીએ ભારત માટે માત્ર ટેસ્ટ ક્રિકેટમાં જ પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે પોતાની અંતિમ ટેસ્ટ વર્ષ 1973માં 6 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે રમી હતી. તેમની અંતિમ ટેસ્ટ ઈંગ્લેન્ડ સામે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી.

સલીમ દુરાનીનું ભારતીય ક્રિકેટમાં મહત્વનું યોગદાન


સલીમ દુરાનીનો જન્મ અફઘાનિસ્તાનના કાબુલમાં 11 ડિસેમ્બર 1934માં થયો હતો. સલીમ દુરાનીએ 1 ડિસેમ્બર 1960માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. આ સિવાય તેઓ ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમ્યા છે. જેમાં 1953માં તેઓ સૌરાષ્ટ્ર તરફથી રમ્યા હતા, જે બાદ 1954થી 1956 દરમિયાન ગુજરાત અને 156થી 1978 દરમિયાન રાજસ્થાન તરફથી રમ્યા હતા.

સલીમ દુરાની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 170 મેચ રમ્યા છે, જેમાં તેમણે 8545 રન બનાવ્યા છે. જેમાં 14 સેન્ચ્યુરી અને 45 હાફ સેન્ચ્યુરીનો સમાવેશ થાય છે. તેમણે અહીં કુલ 484 વિકેટ પણ લીધી છે.
First published:

Tags: Cricket News in Gujarati, Indian cricketer