ભારતીય ટીમમાં સૌથી વધુ વિરાટ કોહલી, રોહિત શર્મા-જસપ્રીત બુમરાહને મળે છે પગાર, જાણો ખેલાડીઓની સેલેરી

આ ત્રણ છે બીસીસીઆઈના સૌથી મોંઘા ખેલાડી જેને ચુકવાય છે ફક્ત 7 કરોડ રૂપિયા પગાર

Salary Of Indian Cricketers : BCCI દ્વારા પગાર ઉપરાંત દરેક મેચની ફી ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત સદી ફટકારવા પર તેમજ 5 વિકેટ લેનારા ખેલાડીને બોનસ પણ મળે છે.

  • Share this:
    Indian Cricket Players Salary: BCCI દ્વારા ભારતીય ક્રિકેટરો (મહિલા અને પુરુષ)ને તેમના પ્રદર્શનનને આધારે પગાર આપવામાં આવે છે. તેમના પરફોર્મેન્સને આધારે BCCIના ગ્રેડિંગ સિસ્ટમમાં તેમનો ગ્રેડ પણ નક્કી કરવામાં આવે છે. BCCI દ્વારા પુરુષ ક્રિકેટરો માટે કુલ ચાર અને મહિલા ક્રિકેટરો માટે કુલ ત્રણ ગ્રેડિંગ સિસ્ટમ અનુસરવામાં આવે છે, જે મુજબ તેમનો પગાર નક્કી થાય છે.

    ભારતીય ક્રિકેટરોના પગારનું લિસ્ટ : ભારતમાં ક્રિકેટરો મેદાન સિવાય અનેય માદ્યમોથી પણ સારી કમાણી કરે છે. ક્રિકેટરો જાહેરાત, સ્પોન્સરશીપ, બ્રાન્ડ એમ્બેસડર તરીકે, આઈપીએલ જેવી અન્ય ક્રિકેટ લીગ રમીને અને બ્રાન્ડની માલિકી દ્વારા પણ કમાણી કરતા હોય છે. જણાવી દઈએ કે વર્ષ 2021 દરમ્યાન વિરાટ કોહલી (Virat Kohli) સૌથી ધનિક 5 ભારતીય ક્રિકેટરો (Richest Cricketer) માં એકમાત્ર એક્ટિવ ખેલાડી છે.

    BCCI દ્વારા પુરુષ ખેલાડીઓ માટેનુ ગ્રેડિંગ સિસ્ટમ

    BCCI દ્વારા પુરુષ ક્રિકેટરોને ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટ માટે આપવામાં આવતો પગાર નીચે જણાવ્યા મુજબ છે.

    ઈન્ટરનેશનલ ક્રિકેટરોના પગાર















    ગ્રેડ A + ગ્રેડ A ગ્રેડ B ગ્રેડ C
    રૂ. 7 કરોડ રૂ. 5 કરોડ રૂ. 3 કરોડ રૂ. 1 કરોડ



    ડોમેસ્ટિક ક્રિકેટરોના પગાર

    ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માટે પુરુષ ખેલાડીઓને BCCI દ્વારા વિવિધ કેટેગરી પ્રમાણે પગાર આપવામાં આવે છે.

    ડોમેસ્ટિક ક્રિકેટમાં સિનિયર ખેલાડીઓ કે જે 40થી વધુ મેચ રમી ચુક્યા હોય તેમને રૂ. 60,000, અંડર 23ને રૂ. 25,000 અને અંડર 19ને રૂ. 20,000 પગાર તરીકે ચુકવવામાં આવે છે.

    આ પણ વાંચો : Sachin Tendulkar: સચિન તેંડુલકરે પત્નીના જન્મદિવસે ગુજરાતી ભોજન માણી લખ્યું, 'સરસ ગુજરાતી જમ્યા પછી અમારા જીન્સના બટન નબળા પડી ગયા'

    પુરુષ ખેલાડીઓનો પગાર

    BCCI દ્વારા ઓક્ટોબર 2020થી સપ્ટેમ્બર 2021 સુધીના સમય માટે રિટેનર લિસ્ટમાં કુલ 28 ખેલાડીઓના નામ સાથે ભારતના પુરૂષ ક્રિકેટરોના વાર્ષિક પગારની જાહેરાત કરવામાં આવી છે.

    A+ ગ્રેડના ખેલાડીઓ

    A+ ગ્રેડ ધરાવતા ખેલાડીઓના નામ નીચે પ્રમાણે છે.

    વિરાટ કોહલી
    રોહિત શર્મા
    જસપ્રીત બુમરાહ

    A+ ગ્રેડના આ ખેલાડીઓને વાર્ષિક રૂ. 7 કરોડ પગાર તરીકે આપવામાં આવે છે.

    A ગ્રેડ ખેલાડીઓ

    A ગ્રેડ કેટેગરી હેઠળ નીચે દર્શાવેલ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    અજિંક્ય રહાણે
    ચેતેશ્વર પૂજારા
    હાર્દિક પંડ્યા
    ઈશાંત શર્મા
    કેએલ રાહુલ
    મોહમ્મદ શમી
    રવિચંદ્રન અશ્વિન
    રવિન્દ્ર જાડેજા
    રિશભ પંત
    શિખર ધવન

    A ગ્રેડ હેઠળ આવતા ખેલાડીઓને વાર્ષિક રૂ. 5 કરોડ પગાર આપવામાં આવે છે.

    B ગ્રેડમાં આવતા ખેલાડીઓ

    B ગ્રેડ કેટેગરી હેઠળ આવતા ખેલાડીઓના નામ નીચે પ્રમાણે છે.

    ભુવનેશ્વર કુમાર
    મયંક અગ્રવાલ
    શાર્દુલ ઠાકુર
    ઉમેશ યાદવ
    રીધ્ધીમાન સાહા

    આ કેટેગરી હેઠળ આવતા ખેલાડીઓને રૂ. 3 કરોડ વાર્ષિક પગાર ચુકવવામાં આવે છે.

    આ પણ વાંચો : Rohit Sharma: રોહિત શર્મા મુંબઈમાં કરોડો રૂપિયાના ઘરમાં રહે છે, બંગ્લોને આટી મારે એવો છે ફ્લેટ

    C ગ્રેડમાં આવતા ખેલાડીઓ

    C ગ્રેડ હેઠળ આવતા ખેલાડીઓના નામ નીચે પ્રમાણે છે.

    અક્ષર પટેલ
    દીપક ચહર
    હનુમા વિહારી
    કુલદીપ યાદવ
    મોહમ્મદ સિરાજ
    નવદીપ સૈની
    શ્રેયસ ઐયર
    શુભમન ગીલ
    વોશિંગટન સુંદર
    યુજવેન્દ્ર ચહલ

    C ગ્રેડ હેઠળ આવતા આ ખેલાડીઓને વાર્ષિક રૂ. 1 કરોડ પગાર તરીકે ચુકવવામાં આવે છે. BCCI દ્વારા ચુકવાતા વાર્ષિક પગાર સિવાય પણ આ ખેલાડીઓને ટેસ્ટ, ODI અને T20I મેચ રમવાથી પણ આવક મળે છે.

    ભારતીય કેર્કેટરોની પગાર સાથેની મેચ ફી

    દરેક ભારતીય પુરુષ ખેલાડીને ટેસ્ટ મેચ રમવા માટે 15 લાખ રુપિયા, ODI રમવા માટે 6 લાખ રુપિયા અને T20I રમવા માટે 3 લાખ રુપિયા ફી પેટે ચુકવવામાં આવે છે. આ સિવાય જે પણ ખેલાડીઓ પ્લેયિંગ 11માં સ્થાન નથી મેળવી શકતા તેમને ફીના 50 ટકા રકમ આપવામાં આવે છે.

    BCCI દ્વારા મહિલા ક્રિકેટરો માટે ગ્રેડિંગ સિસ્ટમ

    BCCI દ્વારા મહિલા ખેલાડીઓને આપવામાં આવતી મેચ ફીમાં વધારો કર્યો છે. હવેથી સિનીયર મહિલા ખેલાડીઓને દરેક મેચ માટે દિવસ દીઠ રૂ. 20,000 આપવામાં આવશે. અગાઉ આ માટે તેમને 12,500 રૂપિયા આપવામાં આવતા હતા.

    ઈન્ટરનેશનલ ક્રિકેટ માટે પગાર













    A ગ્રેડ B ગ્રેડ C ગ્રેડ
    રૂ. 50 લાખ રૂ. 30 લાખ રૂ. 10 લાખ



    ડોમેસ્ટિક ક્રિકેટર્સનો પગાર

    સિનીયર મહિલા ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માટે રૂ. 20,000 મેચ ફી ચુકવવામાં આવે છે.

    આ પણ વાંચો : Mohammad Rizwan : સેમિફાઇનલ પહેલા હોસ્પિટલમાં દાખલ હતો મોહમ્મદ ક્રિકેટર રિઝવાન, શોએબ અખ્તરે કહ્યો ‘હીરો’

    ભારતીય મહિલા ક્રિકેટરોના પગાર

    BCCI દ્વારા ઓક્ટોબર 2020 થી સપ્ટેમ્બર 2021 સુધીના સમય માટે ભારતના મહિલા ક્રિકેટરોના વાર્ષિક પગારની જાહેરાત કરવામાં આવી છે.

    A ગ્રેડ ખેલાડીઓ

    A ગ્રેડ કેટેગરી હેઠળ નીચે દર્શાવેલ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    મિતાલી રાજ
    હરમન પ્રીત કૌર
    સ્મૃતિ મંધાના
    પૂનમ યાદવ

    આ કેટેગરી હેઠળ આવતી મહિલા ખેલાડીઓને રૂ. 50 લાખ વાર્ષિક પગાર ચુકવવામાં આવે છે.

    B ગ્રેડ ખેલાડીઓ

    B ગ્રેડ કેટેગરી હેઠળ આવતા ખેલાડીઓના નામ નીચે પ્રમાણે છે

    એકતા બિશ્ત
    ઝુલન ગોસ્વામી
    શીખા પાન્ડે
    દિપ્તી શર્મા
    જેમીમાહ રોડ્રીજસ

    આ કેટેગરી હેઠળ આવતી મહિલા ખેલાડીઓને રૂ. 30 લાખ વાર્ષિક પગાર ચુકવવામાં આવે છે.

    આ પણ વાંચો : Exclusive : ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ ટુર્નામેન્ટ થશે? ICCનો મોટો ખુલાસો

    C ગ્રેડ ખેલાડીઓ

    C ગ્રેડ હેઠળ આવતા ખેલાડીઓના નામ નીચે પ્રમાણે છે

    રાધા યાદવ
    ડી. હેમલતા
    અનુજા પાટિલ
    વેદા કૃષ્ણમૂર્તી
    માનસી જોષી
    પુનમ રાઉત
    મોના મેશર્મ
    અરુણધતી રેડ્ડી
    રોડજેશ્વરી ગાયકવાડ
    તાન્યા ભાટિયા
    પીજા વસ્ત્રાકર

    આ કેટેગરી હેઠળ આવતી મહિલા ખેલાડીઓને રૂ. 30 લાખ વાર્ષિક પગાર ચુકવવામાં આવે છે.

    આ પણ વાંચો : Shoaib Malik: શોએબ મલિકે પાકિસ્તાની એક્ટ્રેસ સાથે કરાવ્યું રોમેન્ટિક ફોટોશૂટ, સાનિયાને લોકોએ આપી આ સલાહ

    ભારતીય ખેલાડીઓને બોનસ

    ભારતીય ક્રિકેટ ખેલાડીઓનો તેમના પગાર ઉપરાંત, ત્રણેય ફોર્મેટના મેચમાં તેમના વ્યક્તિગત પ્રદર્શન માટે ઈનામ પણ આપવામાં આવે છે. આ ઈનામની રકમ તેમની મેચ ફીમાં સામેલ હોત નથી.

    રૂ. 500,000 – ODIમાં સદી ફટકારવા માટે
    રૂ. 700,000 – ટેસ્ટમાં બેવડી સદી ફટકારવા માટે
    રૂ. 500,000 - ટેસ્ટ ODI અને T20માં 5 વિકેટ ઝડપવા
    રૂ. 700,000 – ટેસ્ટમાં 10 વિકેટ ઝડપવા માટે
    First published: