રાંચીમાં લાઇટ કાપથી ધોનીની પત્ની સાક્ષી પરેશાન, ટ્વિટ કરીને જણાવી વાત

લાઇટ કાપવાનું કોઇ કારણ નથી. આજે તહેવાર પણ નથી અને મોસમ પણ ચોખ્ખું છે - સાક્ષી ધોની

લાઇટ કાપવાનું કોઇ કારણ નથી. આજે તહેવાર પણ નથી અને મોસમ પણ ચોખ્ખું છે - સાક્ષી ધોની

 • Share this:
  ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni)ની પત્ની સાક્ષી ધોની(Sakshi Dhoni)એ ઝારખંડની રાજધાની રાંચીમાં (Ranchi) લાઇટની ખરાબ સ્થિતિની લઈને ટ્વિટ કર્યું છે. તેણે લખ્યું હતું કે રાંચીમા દરરોજ 4 થી 7 કલાક સુધી લાઇટ રહેતી નથી. શહેરના લોકો દરરોજ પાવર કટનો સામનો કરે છે.

  સાક્ષી ધોનીએ ટ્વિટ કરતા લખ્યું હતું કે 19 સપ્ટેમ્બરે પણ પાંચ કલાક લાઇટ રહી ન હતી. લાઇટ કાપવાનું કોઇ કારણ નથી. આજે તહેવાર પણ નથી અને મોસમ પણ ચોખ્ખું છે. આશા છે કે સંબંધિત અધિકારી સમસ્યાનું સમાધાન કરશે.  આ પણ વાંચો - ગાવસ્કરનું મોટું નિવેદન : ધોનીનો સમય પૂરો, બહાર કરતાં પહેલા વિદાય મેચનો હકદાર

  ઉલ્લેખનીય છે કે રાંચીમાં ધોનીનું નવું ઘર દલદલી ચોક પાસે રિંગ રોડથી જોડાયેલ સિમલિયા વિસ્તારમાં છે. અહીં રાતુ પાવર સબ સ્ટેશનથી લાઇટની સપ્લાઇ થાય છે. સાક્ષીના ટ્વિટ પર રાંચીના વિદ્યુક કર્મચારી પીકે શ્રીવાસ્તવે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે લોકોને 19 સપ્ટેમ્બરની સવારે 9.30થી 4.30 વચ્ચે લાઇટ નહીં રહે તેવી સુચના પહેલા આપી દેવામાં આવી હતી.

  મહેન્દ્રસિંહ ધોની ગુરુવારે સાંજે ફ્લાઇટથી રાંચી પહોંચ્યો હતો. ધોની સેનામાં ડેયુટી કર્યા પછી પ્રથમ વખત રાંચી આવ્યો છે.
  Published by:Ashish Goyal
  First published: