સાઇના નેહવાલે પી. કશ્યપ સાથે કર્યા લગ્ન, 10 વર્ષથી હતું અફેર

News18 Gujarati
Updated: December 14, 2018, 6:35 PM IST
સાઇના નેહવાલે પી. કશ્યપ સાથે કર્યા લગ્ન, 10 વર્ષથી હતું અફેર
સાઇના નેહવાલે કશ્યપ સાથે કર્યા લગ્ન

સાઇના નેહવાલ અને પી.કશ્યપે હૈદરાબાદમાં પરિવારના લોકોની હાજરીમાં સાધારણ અંદાજમાં લગ્ન કર્યા

  • Share this:
ભારતીય બેડમિન્ટનના બે સુપરસ્ટાર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ બે સ્ટાર એટલે સાઇના નેહવાલ અને પી.કશ્યપ. બંનેએ હૈદરાબાદમાં પરિવારના લોકોની હાજરીમાં સાધારણ અંદાજમાં લગ્ન કર્યા હતા. સાયના નેહવાલે લગ્ન પછી પોતાની તસવીરો સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી. આ તસવીર સાથે સાઇનાએ લખ્યું હતું કે મારા જીવનની સર્વશ્રેષ્ઠ મેચ.

સાઇના અને પી કશ્યપને તેમના પ્રશંસકો સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવી રહ્યા છે.

લગભગ છેલ્લા 10 વર્ષથી બંને વચ્ચે સંબંધો હતા. જોકે બંનેએ ક્યારેય આ વાતની પૃષ્ટી કરી ન હતી. બંને હંમેશા કહેતા રહ્યા હતા કે અમે સારા મિત્રો અને પ્રેક્ટિસ પાર્ટનર છીએ.સાઇનાએ કશ્યપ સાથે પોતાના રિલેશનશિપ વિશે વાત કરતા કહ્યું હતું કે સાઇનાએ નિવેદન કર્યું હતું કે હું અને કશ્યપ એકબીજાને 10 વર્ષોથી જાણીએ છીએ અને એકબીજા સાથે વાતચીત દરમિયાન સહજ અનુભવી રહ્યા છીએ. 2007-08થી અમે મોટા ટૂર સાથે એક સાથે યાત્રા કરવાની શરુ કરી હતી. અમે સાથે ટૂર્નામેન્ટ રમ્યા હતા અને એકસાથે ટ્રેનિંગ પણ લીધી હતી.
First published: December 14, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading