સેમીફાઇનલમાં હાર્યા બાદ મલેશિયા માસ્ટર્સથી બહાર થઈ સાઇના નેહવાલ

News18 Gujarati
Updated: January 19, 2019, 2:34 PM IST
સેમીફાઇનલમાં હાર્યા બાદ મલેશિયા માસ્ટર્સથી બહાર થઈ સાઇના નેહવાલ
સાઇના નેહવાલ (ફાઇલ ફોટો)

સાઈનાને આ દરમિયાન મારિને 21-16, 21-13થી હરાવી, મારિન વિરુદ્ધ સતત બીજી હાર

  • Share this:
પૂર્વ ચેમ્પિયન સાઇના નેહવાલને મલેશિયા માસ્ટર્સ સુપર 500 ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં હાલની વર્લ્ડ ચેમ્પિયન કેરોલિના મારિનના હાથે હાર્યા બાદ બહાર થઈ ગઈ. સાઈનાને આ દરમિયાન મારિને 21-16, 21-13થી હરાવી. આ ભારતીય શટલર સાઇનાની મારિન વિરુદ્ધ સતત બીજી હાર છે. તેની જ વિરુદ્ધ તે ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હારી હતી. આ રીતે મારિને સાઇનાની વિરુદ્ધ હેડ ટૂ હેડ 6-5ની લીડ લઈ લીધી છે.

સાઇનાએ આમ તો આ મેચની શરૂઆત સારી રીતે કરી હતી અને પહેલો સેટ 14-14થી બરાબરીનો રહ્યો હતો, પરંતુ આ દરમિયાન તેણે સૌથી મોટી ભૂલ એ થઈ ગઈ કે તેણે પોતાની વિપક્ષનીને સીધા 6 પોઇન્ટ જીતવાની તક આપી દીધી. મારિનના પેસ, પ્લેસમેન્ટ અને શોટ એટલા જોરદાર હતા કે તેની સામે સાઇના હથિયાર હેઠા મૂકતી જોવા મળી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સાઇનાએ પોતાની કટ્ટર પ્રતિસ્પર્ધી નાઓમી ઓકારને ક્વાર્ટર ફાઇનલમાં હરાવી હતી. નેહવાલ દુનિયામાં નવમા નંબરની પ્લેયર છે. તેણે ગયા મહિને જ પારુપલ્લી કશ્યપ સાથે લગ્ન કર્યા હતા. હવે તે ઇન્ડોનેશિયા માસ્ટર્સમાં એક્શનમાં જોવા મળશે. આ ટૂર્નામેન્ટ 22 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે.

સાઇનાના બહાર થયા બાદ મલેશિયામાં રમાતી BMF વર્લ્ડ સુપર 500 ટૂર્નામેન્ટમાંથી ભારતનું પેક અપ થઈ ગયું છે. ટોપ રેન્ક પુરષ પ્લેયર કિદાંબી શ્રીકાંત ક્વાર્ટરફાઇનલમાં સાઉથ કોરિયાના સોન વાન હોથી શુક્રવારે હારીને બહાર થઈ ગયો.
First published: January 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading