ઈન્ડોનેશિયા માસ્ટર્સ: પીવી સિંધુને માત આપીને સાઈના સેમીફાઈનલમાં

News18 Gujarati
Updated: January 26, 2018, 7:21 PM IST
ઈન્ડોનેશિયા માસ્ટર્સ: પીવી સિંધુને માત આપીને સાઈના સેમીફાઈનલમાં
ડેમો પિક

  • Share this:
ભારતીય સ્ટાર શટલર સાઈના નહેવાલે ઓલિમ્પિક સિલ્વર મેડલ પીવી સિંધુને હરાવીને ઈન્ડોનેશિયા માસ્ટર્સ ટૂર્નામેન્ટમાં સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. સાઈનાએ મહિલા સિંગલ ક્વોર્ટર ફાઈનલમાં સિંધુને 21-13,21-19થી માત આપીને શાનદાર જીત મેળવી હતી.

આ જીત સાથે જ સાયનાએ સિંધુને ત્રીજી મેચમાં બીજી માત આપી છે. આમ સિંધુ એક વખત જ સાઈના સામે જીત મેળવી શકી છે. હવે સેમીફાઈનલમાં સાઈનાની ટક્કર થાઈલેન્ડની રેટચેનોક ઈન્ટોનોન સાથે થશે. થાઈલેન્ડની આ ખેલાડીએ ક્વોર્ટરફાઈનલમાં જાપાનની વર્લ્ડ ચેમ્પિયન નોજોમી ઓકહારાને માત આપી હતી.

એજન્સી અનુસાર પહેલા રાઉન્ડમાં ઈન્ટરનલ બાદ સાઈનાનો દબદબો રહ્યો હતો અને તેમને સિંધુને એકપણ તક આપી નહતી. નહેવાલે સરળતાથી પહેલી ગેમ 21-13થી પોતાના નામ કર્યા. ત્યાર બાદ બીજી ગેમમાં બંને શટલરો વચ્ચે સારી એવી ટક્કર જોવા મળી હતી.

બીજી ગેમનો પહેલો પોઈન્ટ સાઈના નહેવાલે મેળવ્યો હતો. જોકે, સિંધુએ શાનદાર વાપસી કરી અને 3-3થી સ્કોરને બરાબર કર્યા બાદ 7-4ની લીડ બનાવી લીધી. સિંધુ સારી નજરે આવી અને તેને પોતાની લીડને 10-5 કરી લીધી હતી. જોકે તે પછી સાઈનાએ શાનદાર વાપસી કરતાં સિંધુને માત આપીને સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી.
First published: January 26, 2018, 7:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading