ક્રિકેટના ભગવાન સહિત આખી દૂનિયા કરી રહી છે ‘વિરાટ સેના’ને સલામ

સચિન તેંડુલકર સહિત ભારતના ક્રિકેટ વર્લ્ડના દિગ્ગજોએ ત્રીજી ટેસ્ટમાં ભારતની પ્રભાવી જીત બદલ ટીમની પ્રશંસા કરી

ભારતે રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયાને 137 રને હરાવી ચાર મેચની શ્રેણીમાં 2-1થી અજેય લીડ મેળવી લીધી

 • Share this:
  સચિન તેંડુલકર સહિત ભારતના ક્રિકેટ વર્લ્ડના દિગ્ગજોએ ત્રીજી ટેસ્ટમાં ભારતની પ્રભાવી જીત બદલ ટીમની પ્રશંસા કરી હતી. ભારતે રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયાને 137 રને હરાવી ચાર મેચની શ્રેણીમાં 2-1થી અજેય લીડ મેળવી લીધી છે.

  આ સાથે વિરાટ કોહલીની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાના 70 વર્ષમાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવા તરફ કૂચ કરી છે.

  જીત બદલ સચિન તેંડુલકરે ટ્વિટ કર્યું હતું કે ટીમ ઇન્ડિયાના શાનદાર પ્રયત્નથી 2-1થી લીડ બનાવી. ખાસ કરીને જસપ્રીત બુમરાહે જેણે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રમતના બધા ફોર્મેટમાં તે સતત મજબૂત થતો જઈ રહ્યો છે. નિશ્ચિત રીતે તે આજે દુનિયાના સર્વશ્રેષ્ઠ બોલરોમાંથી એક છે.  મહાન બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે ટ્વિટ કરીને કહ્યું હતું કે ભારતે છેલ્લે એમસીજી પર 37 વર્ષ 10 મહિના પહેલા જીત મેળવી હતી. ત્યારે બંને ટીમોનો કોઈ ખેલાડી જન્મયો પણ ન હતો. આ જીત લાંબા સમય સુધી યાદ રહેશે. ટીમ ઇન્ડિયાએ 2018માં પરફેક્ટ અંત કર્યો છે. પ્રત્યેક ખેલાડીએ જીતમાં યોગદાન બદલ ગર્વ થવો જોઈએ.

  પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગે કહ્યું હતું કે એમસીજી પર ટીમ ઇન્ડિયાની યાદગાર જીત. શાનદાર ટીમ પ્રયત્ન અને હવે આપણી પાસે સિડનીમાં ઇતિહાસ રચવાની તક છે. ટીમના દરેક સભ્યને અભિનંદન અને આપણી ઘરેલું ક્રિકેટને પણ, તે આપણા ક્રિકેટરે ટેકનિકમાં નિખારે છે.

  આ પણ વાંચો - IND vs AUS: 41 વર્ષ પછી વિરાટે આ સિદ્ધિ મેળવી ગાંગુલીની કરી બરોબરી
  Published by:Ashish Goyal
  First published: