Home /News /sport /સચિનના બર્થ ડે પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કર્યું આવું ટ્વિટ, ગુસ્સે ભરાયા ફેન્સ

સચિનના બર્થ ડે પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કર્યું આવું ટ્વિટ, ગુસ્સે ભરાયા ફેન્સ

24 એપ્રિલ ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે  એક ઉત્સવ સમાન છે.  આજે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો જન્મ દિવસ છે. પરંતુ આ દિવસે જ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર ડેમિયન ફ્લેમિંગની પણ બર્થ ડે છે. આ દિવસે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના આધિકારીક વેબસાઈટ cricket.co.au તરફથી ટ્વિટર હેંડલ પર ફ્લેમિંગની બર્થ ડે વિશ કરી શુભેચ્છા પાઠવી છે. જો કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આભાર કરવાની રીત ભારતીય પ્રશંસકોને પસંદ પડી નહી અને ભારતીય ફેન્સ તેનાથી ઘણાં નારાજ થયા છે.


ક્રિકેટ ઓસ્ટ્રેલિય તરફથી ટ્વિટર પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં ફ્લેમિંગ સચિન તેંડુલકરને બોલ્ડ કરી રહ્યા છે. જો કે આજે સચિનનો પણ બર્થડે છે તો ઓસ્ટ્રેલિયાના આ ટ્વિટ પર ભારતીય ફેન્સ ઘણાં ગુસ્સે થઈ રહ્યા છે. એક ટ્વિટર હેન્ડલ પરથી એવી પણ કોમેન્ટ કરવામાં આવી છે કે, ગમે તેટલું પ્રતિબંધ લગાવી દો, ઓસ્ટ્રેલિયા સુધરશે નહીં.


ક્રિકેટ ઓસ્ટ્રેલિય તરફથી જે વીડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે તે વર્ષ 2000નો છે, જ્યારે પર્થના મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ભારતે 226 રન બનાવ્યા હતા અને આ સીરીઝ પણ ભારત માટે ઘણી જ નિરાશાજનક રહી હતી. જેના કારણે ઘણાં ભારતીય પ્રશંસકો આ વીડીયોથી ઘણાં નારાજ થયેલા જોવા મળી રહ્યા છે. વિવિધ ટ્વિટ કરી ભારતીય ફેન્સ પોતાનો ગુસ્સો ટ્વિટર પર વ્યક્ત કરી રહ્યા છે.

First published:

Tags: Cricket Australia, સચિન તેંડુલકર