સચિને વર્ષો પછી મિત્ર કાંબલીને પાઠવી બર્થ ડેની શુભેચ્છા, કહ્યું- તુમ જિયો હજારો સાલ

News18 Gujarati
Updated: January 18, 2018, 11:18 PM IST
સચિને વર્ષો પછી મિત્ર કાંબલીને પાઠવી બર્થ ડેની શુભેચ્છા, કહ્યું- તુમ જિયો હજારો સાલ

  • Share this:
ભારતના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીએ પોતાના 46માં જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન કાંબલીના બાળપણના મિત્ર અને વિશ્વના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે પણ વિશ કરી છે. આ વર્ષે પોતાના બર્થ ડે પર સચિનની વિશ મેળવી કાંબલી માટે તેની આ બર્થ ડે કેટલાક વર્ષો પછી ફરી એક વાર ખાસ થઇ ગઇ હશે. કેટલાક વર્ષ પહેલા કેટલાક અંગત કારણોને લઇ સચિન અને કાંબલીની મિત્રતામાં કડવાશ આવી ગઇ હતી. તે બાદ ગત વર્ષે બન્ને મિત્રોએ ફરી મુલાકાત કરી પોતાના વિવાદને સુલજાવ્યો હતો.

પોતાની સ્કૂલના મિત્ર વિનોદ કાંબલીને બર્થ ડે વિશ કરવા માટે સચિને સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો, તેને ઇંસ્ટાગ્રામ પર પોતાની અને વિનોદ કાંબલીની એક જૂની તસવીર શેર કરતા લખ્યુ, 'તુમ જિયો હજારો સાલ, સાલ કે દિન હો હજાર. વિનોદ કાંબલી તમને જન્મ દિવસની શુભેચ્છાઓ'  થોડી મિનિટમાં જ સચિન તેંડુલકરની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. આશરે 1 કલાકમાં જ આ પોસ્ટને લાઇક કરનારાઓની સંખ્યા 1,50 હજારની નજીક પહોચી ગઇ હતી.
First published: January 18, 2018, 11:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading