Home /News /sport /

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર વર્લ્ડકપમાં કોમેન્ટ્રી આપશે

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર વર્લ્ડકપમાં કોમેન્ટ્રી આપશે

સચિન તેંદુલકર

આ વર્લડકપમાં ભારતની પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે 5 જૂનનાં રોજ છે.

    માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર હવે આસીસી વર્લ્ડકપ 2019માં કોમેન્ટ્રી બોક્સમાં જોવા મળશે.

    સમગ્ર વિશ્વનો ફેવરિટ બેટ્સમેન ક્રિકેટ જગતમાં લિજેન્ડ્રી નામ ગણાય છે અને આ રમતનો ભગવાન ગણાય છે. હાલમાં ઇગ્લેન્ડમાં શરૂ થયેલા વર્લ્ડકપમાં

    સચિન તેંડુલકર કોમેન્ટ્રી આપશે. ગુરુવારે શરૂ થનારી મેચમાં તે કોમેન્ટ્રી આપશે.
    ગુરુવારનાં રોજ ઇગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ઓવલમાં રમાનારી ઓપનીંગ મેચમાં સચિન તેંદુલકર કોમેન્ટ્રી આપશે.

    સચિન તેંડુલકર ફિલિપ્સ હ્યુ સાથે કોમેન્ટ્રી બોક્સમાં જોવા મળશે. સ્ટાર સ્પોર્ટસ્ નેટવર્ક પર તેને સાંભળી શકાશે. સચિનની સાથે એવા કોમેન્ટેટર હશે જેમની સાથે તેંડુલકર ભૂતકાળમાં રમી ચૂક્યો છે.

    સો, હાઇલા! તમે સચિનની કોમેન્ટ્રી સાંભળવા માટે તૈયાર છો ?

    અત્રે ઉલ્લેખનીય છે કે,સચિન તેંડુલકર વર્લ્ડકપમાં ઘણા રેકોર્ડ ધરાવે છે. સચિન છ વર્લ્ડકપ રમ્યો છે અને તેણે 2,278 રન બનાવ્યા છે. તેણે 2003નાં વર્લ્ડકપમાં સૌથી વધારે એટલે કે 673 રન બનાવ્યા છે તે પણ એક રેકોર્ડ છે.

    આ વર્લડકપમાં ભારતની પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે 5 જૂનનાં રોજ છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: England, World cup 2019, ક્રિકેટ, ભારત, સચિન તેંડુલકર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन