દિનેશ કાર્તિક સામે નત:મસ્તક થયા સચિન, વિરાટ અને વીરૂ, કહી મોટી વાત

News18 Gujarati
Updated: March 19, 2018, 6:45 PM IST
દિનેશ કાર્તિક સામે નત:મસ્તક થયા સચિન, વિરાટ અને વીરૂ, કહી મોટી વાત

  • Share this:
ટી20 ટ્રાઈ સિરીઝની ફાઈનલ મેચમાં દિનેશ કાર્તિકે અંતિમ બોલમાં સિક્સ ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી, ભારતીય ક્રિકેટના બધા દિગ્ગજ તેમની સામે નત:મસ્તક થઈ ગયા. સચિન તેંડૂલકર, વિરાટ કોહલી, વીરેન્દ્ર સહેવાગ, વીવીએસ લક્ષ્મણ, યુવરાજસિંહ સહિત ઘણા બધા ભારતીય ક્રિકેટર્સે દિનેશ કાર્તિકને તેમની મેચ વિનિંગ ઈનિંગની શુભેચ્છા આપી.

સચિન તેંડૂલકરે ટ્વિટ કરીને લખ્યું, "ટીમ ઈન્ડિયાને શું ગજબની જીત મળી. દિનેશ કાર્તિકે ગજબની બેટિંગ કરી, રોહિત શર્માએ પણ જીતનું પ્લેટફોર્મ તૈયાર કર્યું."


વિરાટ કોહલીએ ટ્વિટ કરીને લખ્યું, "રાત્રે શું કમાલની રમત જોઈ. આખી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું, દિનેશ કાર્તિકની ગજબની બેટિંગ."


યુવરાજ સિંહ અને વીવીએસ લક્ષ્મણે પણ ટીમ ઈન્ડિયા અને દિનેશ કાર્તિકને તેમની ગજબની ઈનિંગ માટે શુભેચ્છા આપી.તમને જણાવી દઈએ કે, શ્રીલંકામાં રમાયેલી ટી20 ટ્રાઈ સિરીઝની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 4 વિકેટથી માત આપી. ટીમ ઈન્ડિયાને જીત માટે 167 રનોની જરૂરત હતી અને અંતિમ બોલ પર આ મેચ પોતાના નામે કરી. ટીમ ઈન્ડિયાની જીતમાં કેપ્ટન રોહિત શર્માએ 56 રન બનાવ્યા પરંતુ આ જીત માટે સૌથી મોટો હિરો રહ્યા દિનેશ કાર્તિક જેને માત્ર 8 બોલમાં અણનમ 29 રન બનાવીને ટીમ ઈન્ડિયાને ટ્રાઈ સિરીઝની ચેમ્પિયન બનાવી દીધી.

First published: March 19, 2018, 6:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading