સચિન કારમાં બેઠો હતો અને ડ્રાઇવર વગર ચાલવા લાગી કાર! જુઓ Video

News18 Gujarati
Updated: August 3, 2019, 12:43 PM IST
સચિન કારમાં બેઠો હતો અને ડ્રાઇવર વગર ચાલવા લાગી કાર! જુઓ Video
સચિન આ વીડિયોમાં કહી રહ્યો છે કે હું આપને એક સ્પેશલ કાર દર્શાવવા જઈ રહ્યો છું.

સચિન તેંડુલકરે કહ્યું કે, જાણે મિસ્ટર ઈન્ડિયા સાથે કારમાં બેઠો છું

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર પોતાની બેટિંગથી દુનિયાભરના ખેલાડીઓને હેરાન કરી ચૂક્યો છે પરંતુ આ વખતે તેણે એક કારમાં બેસીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. સચિન તેંડુલકરે પોતે એક વીડિયો ટ્વિટ કર્યો છે જેમાં તેની કાર કોઈ ડ્રાઇવર વગર ચાલવા લાગે છે. આ જોઈ સચિન હેરાન થઈ જાય છે અને લખે છે કે એવું લાગી રહ્યું હતું જાણે કારને મિસ્ટર ઈન્ડિયા ચલાવી રહ્યા હોય.

41 સેકન્ડના આ વીડિયોમાં સચિન ડ્રાઇવિંગ સીટની બાજુની સીટ પર બેઠેલો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ડ્રાઇવિંગ સીટ પર કોઈ પણ નથી. મૂળે આ વીડિયોમાં સચિન એક ડ્રાઇવર લેસ કારમાં બેઠો છે જે જાતે સ્ટાર્ટ થઈને ગેરેજમાં પાર્ક થઈ જાય છે.
આ પણ વાંચો, રોહિત શર્મા આજે તોડી શકે છે ક્રિસ ગેલનો આ સૌથી મોટો રેકોર્ડ

ડ્રાઇવર લેસ કારનો વીડિયો પોસ્ટ કરતાં સચિને લખ્યું કે, મારી કારનો ગેરેજમાં પાર્ક થવાનો રોમાંચકારી અનુભવ. એવું લાગ્યું જાણે મિસ્ટર ઈન્ડિયાએ (@AnilKapoor) તેનું નિયંત્રણ લઈ લીધું હોય. મને વિશ્વાસ છે કે મારા મિત્રોની સાથે વીકેન્ડનો ઘણો સમય આવી જ રીતે રોમાંચક રહેશે.

સચિન આ વીડિયોમાં કહી રહ્યો છે કે હું આપને એક સ્પેશલ કાર દર્શાવવા જઈ રહ્યો છું. તે કહે છે કે, જુઓ કાર સ્ટાર્ટ થઈ ચૂકી છે અને કારમાં કોઈ ડ્રાઇવર બેઠેલો નથી. તે કહે છે કે એવું લાગી રહ્યું છે જાણે મિસ્ટર ઈન્ડિયાની સાથે બેઠો છું. આ મારી પહેલી ડ્રાઇવરલેસ કાર છે. સચિન કહી રહ્યો હોય છે કે તમે પણ સ્ટીયરિંગને જોઈ શકો છો કેવી રીતે ફરી રહ્યું છે, આ રોમાંચથી ભરેલું છે.

આ પણ વાંચો, આવો છે ભારત- વેસ્ટ ઇન્ડીઝનો કાર્યક્રમ, પ્રશંસકોને થશે ઉજાગરા
First published: August 3, 2019
વધુ વાંચો
अगली ख़बर