કોરોનાની ઝપટમાં ક્રિકેટના 'ગોડ', સચિન તેંડુલકરનો Corona રિપોર્ટ પોઝિટિવ

સચિન તેંડુલકરની ફાઇલ તસવીર

હોમ આઇસોલેશનમાં સારવાર શરૂ, પરિવારના અન્ય સભ્યો નેગેટિવ

  • Share this:
    અમદાવાદ : 'ક્રિકેટના ગોડ' સચિન તેંડુલકર (Sachin Tendulkar) પણ કોરોના વાઇરસથી (CoronaVirus) બચી શક્યા નથી. મહારાષ્ટ્રમાં પ્રસરી ગયેલા અતિ સંક્રમણની આ બીજી લહેરમાં સૌથી મોટા સમાચાર મુંબઈથી (Mumbai) આવ્યા છે. સચિન તેંડુલકર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. સચિને જાતે આ માહિતી પોતાના સોશિયલ મીડિયામાં આપી છે. 

    સચિને ટ્વીટર પર લખ્યું કે 'મને હળવા લક્ષણો જણાયા છે. અને કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. માઇલ્ડ સિમ્પટમ્સ હોવાનું તારણ આવતા હું તબીબોની સલાહ મુજબ ઘરમાં આઇસોલેટ થયો છું અને જરૂરી તકેદારી રાખી છે. ઘરના અન્ય સદસ્યોનો રિપોર્ટ પણ કરાવ્યો છે અને તેઓ નેગેટિવ છે. હું પ્રોટોકોલ્સ મુજબ તમામ તકેદારી રાખી રહ્યો છું. મને અને અન્ય લોકોને મદદ કરનારા સ્વાસ્થ્યકર્મીઓનો હું આભાર માનું છું. સૌ પોતાની સંભાળ રાખજો'



    મહારાષ્ટ્રમાં નાઇટ કર્ફ્યૂ

    હારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધવાના કારણે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આખા રાજ્યમાં 28 માર્ચથી નાઇટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો (Night Curfew In Maharashtra Latest News) છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને કોરોના ગાઇડલાઇન્સ માનવાની અપીલ કરી હતી પણ કોરોના સંક્રમણમાં ઘટાડો થયો નથી. રાજ્યમાં રાત્રે 8 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે.

    આ પણ વાંચો :  દેશમાં 24 કલાકમાં જ કોરોનાના કેસમાં મોટો ઊછાળો, 62 હજાર નવા કેસ, 291 લોકોનાં મોત

    શુક્રવારે સીએમે બધા જિલ્લા અધિકારીઓ સાથે બેઠક કરી અને તે પછી નિર્ણય કરવામાં આવ્યો કે લોકડાઉનના બદલે નિયમ સખત કરવામાં આવે જેથી રાજ્ય સરકારે રવિવાર રાતથી નાઇટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. સીએમે કોરોના નિયમોનું પાલનને લઇને પણ આદેશ જાહેર કર્યા છે.

    આ પણ વાંચો : ઉનાળાની આગઝરતી ગરમીમાં આ ગેજેટ હેલ્મેટમાં આપશે AC જેવી ઠંડક, જુઓ Video

    સીએમે ચેતવણી જાહેર કરી છે કે જો દર્દીઓની સંખ્યા ઓછી નહીં થાય તો નિયમોને વધારે સખત કરવામાં આવશે. તેમણે આદેશ આપ્યો છે કે મોલ્સ, બાર અને હોટલ્સ માટે બનાવેલા નિયમોનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું છે કે નહીં તેની તપાસ કરવામાં આવે.
    Published by:Jay Mishra
    First published: