ફિફા વર્લ્ડ કપ : સચિન તેંડુલકર આ ટીમને કરી રહ્યો છે સપોર્ટ, શું કહ્યુ વીડિયોમાં

News18 Gujarati
Updated: July 11, 2018, 4:05 PM IST
ફિફા વર્લ્ડ કપ : સચિન તેંડુલકર આ ટીમને કરી રહ્યો છે સપોર્ટ, શું કહ્યુ વીડિયોમાં
તસવીર - ટ્વિટર

  • Share this:
ફિફા વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે બુધવારે રમાશે. લુઝનિકી સ્ટેડિયમમાં રમાનાર આ મુકાબલાને લઈને ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર ઘણો ઉત્સાહિત છે. તેણે પોતાની ફેવરિટ ટીમ વિશે રહસ્ય ખોલી નાખ્યું છે. સચિને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા ઇંગ્લેન્ડની ટીમને સપોર્ટ કર્યો છે.

સચિને વીડિયો શેર કરતા પોતાના પ્રશંસકોને કહ્યું હતું કે હું આ વખતે ઇંગ્લેન્ડને સપોર્ટ કરી રહ્યો છું. વીડિયોમાં તે કિક લગાવતો જોવા મળે છે અને ટ્વિટ કર્યું છે કે - કમ ઓન ઇંગ્લેન્ડ. ઉલ્લેખનીય છે ઇંગ્લેન્ડની ટીમ નાના-મોટા સ્ટાર્સ સાથે રશિયા રવાના થઈ તો તેને કોઈ ટાઇટલ માટે પ્રબળ દાવેદાર માનતું ન હતું. જોકે આ ટીમે શાનદાર પ્રદર્શન કરીને બધાને ચોંકાવી દીધા છે. તે 28 વર્ષ પછી વર્લ્ડ કપની સેમિફાઇનલમાં રમવા ઉતરશે. તેનો મુકાબલો જાયન્ટ કિલર ગણાતી ક્રોએશિયન ટીમ સામે છે.

 

 ઇંગ્લેન્ડની ટીમ આ પહેલા અંતિમ વખત 1966માં ફાઇનલમાં પહોંચી હતી અને તે ચેમ્પિયન બની હતી. તેથી ફરી એકવાર તે ફાઇનલ પહોંચે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
First published: July 11, 2018, 4:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading