પાકિસ્તાનના બોલરની જેમ બોલિંગ કરતો જોવા મળ્યો અર્જુન તેંડુલકર

News18 Gujarati
Updated: December 2, 2018, 6:24 PM IST
પાકિસ્તાનના બોલરની જેમ બોલિંગ કરતો જોવા મળ્યો અર્જુન તેંડુલકર
પાકિસ્તાનના બોલરની જેમ બોલિંગ કરતો જોવા મળ્યો અર્જુન તેંડુલકર

સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર પોતાની રમત સુધારવા માટે ઘણી મહેનત કરી રહ્યો છે

  • Share this:
મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર પોતાની રમત સુધારવા માટે ઘણી મહેનત કરી રહ્યો છે. અર્જુન તેંડુલકરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે બોલિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે અર્જુન પાકિસ્તાનના ફાસ્ટ બોલર વહાબ રિયાઝની એક્શનમાં બોલિંગ કરી રહ્યો છે. અર્જુન એકદમ વહાબની જેમ જ દોડે છે અને તેની જેમ જ જંપ લગાવીને બોલ ફેકે છે. અર્જુન તેંડુલકરની આ એક્શનની તેના પ્રશંસકોએ ઓળખી લીધી હતી અને આ યુવા ખેલાડીની પ્રશંસા કરી હતી.

અર્જુનને એક સારો ઓલરાઉન્ડર માનવામાં આવે છે. તે થોડા સમચ પહેલા અંડર-19 ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસે ગયો હતો. જોકે તેનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું, જોકે કૂચ બિહાર ટ્રોફીમાં તેણે પાંચ વિકેટ ઝડપી હતી. ઓક્ટોબરમાં વીનૂ માંકડ ટ્રોફીમાં પણ અર્જુને ગુજરાત સામે પાંચ વિકેટ ઝડપી મુંબઈને જીત અપાવી હતી.
 View this post on Instagram

 

A post shared by Arjun Tendulkar (@arjuntendulkar24) on

રણવીર-દીપિકાના રિસેપ્શનમાં પહોંચ્યો અર્જુન
અર્જુન તેંડુલકર શનિવારે દીપિકા અને રણવીર સિંહના લગ્નના રિસેપ્શનમાં જોવા મળ્યો હતો. અર્જુન પિતા સચિન અને માતા અંજલિ સાથે જોવા મળ્યો હતો.
First published: December 2, 2018, 5:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading