વેલેન્ટાઇન ડે ના દિવસે સચિન તેંડુલકરે કહ્યું કોણ છે પોતાનો પ્રથમ પ્રેમ

News18 Gujarati
Updated: February 14, 2020, 4:03 PM IST
વેલેન્ટાઇન ડે ના દિવસે સચિન તેંડુલકરે કહ્યું કોણ છે પોતાનો પ્રથમ પ્રેમ
વેલેન્ટાઇન ડે ના દિવસે સચિન તેંડુલકરે કહ્યું કોણ છે પોતાના પ્રથમ પ્રેમ

સચિને ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે પોતાના પ્રથમ પ્રેમનું નામ બતાવ્યું

  • Share this:
મુંબઈ : વેલેન્ટાઇન ડેને પ્રેમનો દિવસ કહેવામાં આવે છે અને પ્રેમ કરનાર દરેક વ્યક્તિ આ દિવસને ખાસ વ્યક્તિ સાથે પસાર કરવા માંગે છે. આવામાં દુનિયાનો મહાન બેટ્સમેન સચિન તેંડુલકર કેવી રીતે પાછળ રહી જાય. સચિન પોતાના પ્રેમ પાસે પહોંચી ગયો હતો અને તેને એક ઝલક પોતાના પ્રશંસકો સાથે ટ્વિટર પર શેર કરી હતી.

સચિને ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે પોતાના પ્રથમ પ્રેમનું નામ બતાવ્યું છે. સચિનનો પ્રથમ પ્રેમ આજે પણ ક્રિકેટ જ છે અને તેને જ્યારે તક મળે છે તે બેટ પકડવાનું ચૂકતો નથી. આજે પણ સચિને આવું જ કર્યું હતું. સચિને પોતાના ફ્રંટ ફૂટમાં પેડ અને હાથમાં ગ્લવ્ઝ પહેરીને ક્રિકેટની પિચ પર નેટ પ્રેક્ટિસ કરી હતી. આ વીડિયો સચિને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં સચિને કેપ્શન આપી છે કે ‘માય ફર્સ્ટ લવ’આ પછી કેપ્શનમાં સચિને એક હસતી ઇમોજી પણ બનાવી છે.

આ પણ વાંચો - ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરના પડકાર પછી સચિન ફરી મેદાનમાં ઉતરશે!

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી 7 વર્ષ પહેલા નિવૃત્તિ લઈ ચૂકેલો સચિન તેંડુલકરે હજુ પણ તક મળે ત્યારે ક્રિકેટ રમવાથી પાછળ હટતો નથી. તે પ્રતિસ્પર્ધી ક્રિકેટ રમવા માટે પણ તૈયાર રહે છે. હાલમાં જ તે ઓસ્ટ્રેલિયામાં એક ચેરિટી મેચ રમ્યો હતો. આ સિવાય માર્ચમાં સચિન ફરી એક વખત સડક સુરક્ષા વર્લ્ડ શ્રેણીમાં ભારત તરફથી રમશે. સચિન આ શ્રેણીમાં બેટિંગ પ્રેક્ટિસ કરી રહ્યો છે.

રોડ સેફ્ટી વર્લ્ડ શ્રેણીમાં વીરેન્દ્ર સેહવાગ, સચિન તેંડુલકરની કેપ્ટનશિપમાં રમશે. ટૂર્નામેન્ટમાં છ ટીમો ભાગ લેશે. જેમાં ઇન્ડિયા લીજેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા લીજેન્ડ્સ, દક્ષિણ આફ્રિકા લીજેન્ડ્સ, શ્રીલંકા લીજેન્ડ્સ અને વેસ્ટ ઇન્ડીઝ લીજેન્ડ્સ સામેલ છે. ટૂર્નામેન્ટમાં 10 લીગ મેચ રમાશે. જેમાં બધી ટીમો એકબીજા સામે રમશે. આ પછી બે બેસ્ટ ટીમો વચ્ચે ફાઇનલ રમાશે. ફાઇનલ 22 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.
First published: February 14, 2020, 3:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading