સચિને નવા વર્ષના પ્રથમ દિવસે શેર કર્યો ભાવુક વીડિયો, તમને પણ મળશે પ્રેરણા

News18 Gujarati
Updated: January 1, 2020, 4:28 PM IST
સચિને નવા વર્ષના પ્રથમ દિવસે શેર કર્યો ભાવુક વીડિયો, તમને પણ મળશે પ્રેરણા
સચિને નવા વર્ષના પ્રથમ દિવસે શેર કર્યો ભાવુક વીડિયો

સચિને આ વીડિયો શેર કરતા લખ્યું છે કે 2020ની શરુઆત આ પ્રેરણાદાયી વીડિયોથી કરો

  • Share this:
નવી દિલ્હી : મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે (Sachin Tendulkar)વર્ષ 2020ની શરુઆત ઘણો ભાવુક અને પ્રેરણાદાયી વીડિયો શેર કરીને કરી છે. પોતાની બૅટિંગથી લાખો ક્રિકેટર માટે પ્રેરણા ગણાતા સચિને પોતાના ટ્વિટર ઍકાઉન્ટ પર એક એવો વીડિયો પોસ્ટ કર્યો છે જે કોઇપણ વ્યક્તિને ઝઝુમવા અને આગળ વધવાની શીખામણ આપે છે.

સચિને શેર કર્યો વીડિયો
સચિને ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં એક બાળક ક્રિકેટ રમી રહ્યો છે. આ બાળકના પગ નથી. આ બાળક બૅટિંગ કરતા શોટ લગાવે છે અને રન માટે દોડે છે. બાળકને પગ નથી પણ તે હાથનો ઉપયોગ કરીને દોડી રહ્યો છે. તેના શરીરનો નીચેનો ભાગ જમીન ઉપર ઢસડાય છે. આમ છતા તે રન પુરો કરવામાં સફળ રહે છે.
આ પણ વાંચો - પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિએ પૂછ્યું - ફક્ત નમાજ પઢનારને જ તક કેમ?

સચિને આ વીડિયો શેર કરતા લખ્યું છે કે 2020ની શરુઆત આ પ્રેરણાદાયી વીડિયોથી કરો. જેમાં આ બાળક મદા રામ પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો છે. આને મારા દિલમાં નવી હિંમત બનાવી છે, વિશ્વાસ છે કે તમારી સાથે પણ આમ થશે. સચિનના આ વીડિયોને પ્રશંસકો ઘણો પસંદ કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે.

સચિન તેંડુલકરે નવા વર્ષ પહેલા પણ આવનાર વર્ષ અને દશકને બાળકોનું ગણાવ્યું છે.સચિને કહ્યું હતું કે વર્ષ 2020 અને તેનાથી શરુ થનાર દશક બાળકોનું હોવું જોઈએ. તેમની સાથે સમય પસાર કરો અને પ્રેમ આપો અને તેમને ભૂલ કરવાની છૂટ આપવી જોઈએ. આપણે તેમને મોટા સપના માટે તૈયાર કરવા જોઈએ. સચિને કહ્યું હતું કે તેમના સ્વાસ્થ્ય, પોષણ અને શિક્ષામાં યોગ્ય રીતે નિવેશ કરી આપણે તેમને સપના સાચા કરવા માટે પ્રેરિત કરી શકીએ છીએ. 2020માં સ્પોર્ટ્સ પર વધારે ધ્યાન આપવાની જરુર છે. સ્પોર્ટ્સ આપણા બાળકોને સક્રિય અને સ્વસ્થ રાખે છે અને કામ કરવાનું પણ શીખવાડે છે.
First published: January 1, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading