World Cupમાં ફરીથી પાકને હરાવવાની તક, રમ્યા વગર 2 પોઇન્ટ કેમ આપીએ: સચિન

World Cupમાં ફરીથી પાકને હરાવવાની તક, રમ્યા વગર 2 પોઇન્ટ કેમ આપીએ: સચિન

વર્લ્ડ કપમાં ભારતે હંમેશા પાકિસ્તાનને હરાવ્યું છે, આ વખતે પણ તેને હરાવવાનો સમય છે

  • Share this:
    પુલવામાં હુમલા પછી દેશમાંથી અવાજ ઉઠી રહી છે કે ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમાનાર મેચનો બહિષ્કાર કરવો જોઈએ. જોકે કેટલાક લોકો મેચ રમવાનું સમર્થન પણ કરી રહ્યા છે. આ મુદ્દે માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ પોતાનો મત પ્રગટ કર્યો છે. સચિનનો મત છે કે ભારતે મેચનો બહિષ્કાર ન કરવો જોઈએ, કારણ કે તેનાથી પાકિસ્તાને ફાયદો થશે.

    ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા સચિને કહ્યું હતું કે મને વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મેચ ન રમીને તેમને બે પોઇન્ટ આપવાથી નફરત છે, કારણ કે આનાથી તેમને મદદ મળશે. વર્લ્ડ કપમાં ભારતે હંમેશા પાકિસ્તાનને હરાવ્યું છે. આ વખતે પણ તેને હરાવવાનો સમય છે.

    આ પણ વાંચો - પાકિસ્તાન સાથે રમવું કે નહીં તેનો નિર્ણય BCCIએ સરકાર પર છોડ્યો

    આ પહેલા પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પણ આ પ્રકારનો મત પ્રગટ કર્યો હતો. બીજી તરફ સૌરવ ગાંગુલી, હરભજન સિંહે પાકિસ્તાન સામે ન રમવાનો મત વ્યક્ત કર્યો છે.

    શુક્રવારે બીસીસીઆઈ અને સીઓએની બેઠક યોજાઈ હતી. જેમાં પાકિસ્તાન સામે રમવું કે નહીં તેનો નિર્ણય સરકાર ઉપર છોડી દીધો છે. CoA પ્રમુખ વિનોદ રાયે કહ્યું હતું કે પાકિસ્તાન રમવા પર અમે સરકાર સાથે મળીને ચર્ચા કરીશું. હાલ તેમાં 3 મહિનાનો સમય છે, સરકાર સાથે ચર્ચા પછી આ મુદ્દે અંતિમ નિર્ણય કરાશે.
    Published by:Ashish Goyal
    First published: