સચિન તેંડુલકરનું દર્દ આવ્યું સામે, કહ્યું- 12 વર્ષો સુધી રાત્રે ઊંઘી શક્યો ન હતો

(Sachin Tendulkar/Instagram)

સચિને જણાવ્યું કે મેચની એક રાત પહેલા શું કરતા હતા અને કેવી રીતે આ સ્થિતિ પર કાબુ મેળવ્યો

  • Share this:
    નવી દિલ્હી : આજના સમયમાં મોટા-મોટા ખેલાડી માનસિક દબાણમાંથી પસાર થઇ રહ્યા છે. માનસિક દબાણની વાત ખેલાડીઓએ ખુલીને કહેવાની શરૂ કરી દીધી છે. મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે (Sachin Tendulkar)પણ ઘણા વર્ષો સુધી માનસિક દબાણ સહન કર્યું છે. સચિને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મેચની એક રાત પહેલા મને ઊંઘ (Sachin Tendulkar Anxiety)આવતી ન હતી અને આવું તેની સાથે 10થી 12 વર્ષ સુધી થયું હતું. સચિને જણાવ્યું કે મેચની એક રાત પહેલા શું કરતા હતા અને કેવી રીતે આ સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

    સચિને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મારી કારકિર્દીના 10 થી 12 વર્ષ દરમિયાન હું મેચ પહેલા ઊંઘી શકતો ન હતો. હું બિસ્તર પર ઉંઘી શકતો ન હતો અને આખી રાત આમતે તેમ કરવટ બદલતો હતો. હું મેચ વિશે વિચારતો રહેતો હતો. એક દશક પછી મને અનુભવ થયો કે કદાચ હું આવી રીતે જ મેચ માટે તૈયાર થાવ છું. મેં આ સ્થિતિ સામે લડવાનું બંધ કરી દીધું હતું. હું મેચ પહેલા ટીવી જોતો હતો. હું તે બધુ કરતો હતો જે મને મેચમાં સારું પ્રદર્શન કરવા માટે મદદ કરતું હતું.

    આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2021 ભારતમાં નહીં પણ યુએઈ-ઓમાનમાં યોજાશે, 17 ઓક્ટોબરથી થશે પ્રારંભ

    માનસિક રીતે પોતાને તૈયાર કરતો હતો

    સચિન તેંડુલકરે કહ્યું કે તે મેચ પહેલા શારીરિક જ નહીં પણ માનસિક તૈયારી પણ કરતો હતો. હું પ્રયત્ન કરતો હતો કે હું માનસિક રીતે શાંત રહું અને એમ ના વિચારું કે હું બીજા દિવસે કેવી રીતે રમીશ. કેટલાક સમયમાં હું પોતાના વિશે ઘણું શીખ્યો હતો. હું તે સ્થિતિ સામે લડતા શીખ્યો જેણે મારી ઘણી મદદ કરી. સચિને કહ્યું કે એક વાત હતી કે હું લોકોની આશા વિશે વિચારું કે પોતે કરેલી અપેક્ષાઓ ઉપર ધ્યાન આપું. મેં પોતાના વિશ્વાસ પર ધ્યાન આપવાનો નિર્ણય કર્યો કારણ કે લોકો જાણતા ન હતા કે મારા મગજમાં શું ચાલી રહ્યું છે. હું કેવા દબાણમાં છું. મેં પોતાને હંમેશા સારા પ્રદર્શન માટે પૂરી રીતે તૈયાર કર્યો હતો.

    જણાવી દઈએ કે સચિને આટલા દબાણ છતા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે. સચિને 200 ટેસ્ટ અને 463 વન-ડેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં 34 હજારથી વધારે રન બનાવ્યા છે.
    Published by:Ashish Goyal
    First published: